Delhi High court : વડાપ્રધાન મોદી પર ચૂંટણી લડવા પરના પ્રતિબંધની માંગની અરજી કોર્ટે ફગાવી

0
93
Delhi High court
Delhi High court

Delhi High court : દિલ્હી હાઈકોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર 6 વર્ષ માટે ચૂંટણી પ્રતિબંધની માગ કરતી અરજીને ફગાવી દીધી છે. પિટિશનર એડવોકેટ આનંદ એસ. જોંધલેએ આરોપ લગાવ્યો છે કે પીએમ નરેન્દ્ર મોદીએ આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું છે. ચૂંટણીપંચ વતી એડવોકેટ સિદ્ધાંત કુમાર હાજર રહ્યા હતા.

Delhi High court :  કોર્ટે કહ્યું હતું કે અરજી ઘણાં કારણોસર સંપૂર્ણપણે ખોટી છે. અરજદારનું માનવું છે કે આચારસંહિતાનો ભંગ થયો હતો, પરંતુ ચૂંટણીપંચને કોઈ ફરિયાદ પર કોઈ ખાસ વિચાર કરવાનો આદેશ આપવો એ અમારા માટે યોગ્ય નથી. જોંધલેની ફરિયાદ પર ચૂંટણીપંચ કાયદા મુજબ કાર્યવાહી કરશે. અમે આ અરજી કરીએ છીએ.

Delhi High court

Delhi High court :  જોંધલેએ 15 એપ્રિલે પોતાની અરજીમાં કહ્યું હતું કે પીએમ મોદી ભગવાન અને મંદિરોનાં નામ પર લોકો પાસેથી મત માગી રહ્યા છે. તેમણે કહ્યું- પીએમે 9 એપ્રિલે યુપીના પીલીભીતમાં તેમના ભાષણ દરમિયાન હિંદુ દેવી-દેવતાઓ, શીખ દેવતાઓ અને તેમનાં પૂજા સ્થાનોનાં નામ પર મત માગ્યા હતા. એડવોકેટ જોંધલેએ આ ભાષણને અરજીનો આધાર બનાવ્યો હતો.

Delhi High court

Delhi High court :  પીએમની કેટલીક ટિપ્પણીઓ નફરત પેદા કરે છે – અરજદાર


Delhi High court : જોંધલેના કહેવા પ્રમાણે, મોદીએ કહ્યું હતું કે તેમણે રામમંદિરનું નિર્માણ કરાવ્યું. કરતારપુર સાહિબ કોરિડોરનો વિકાસ થયો. PMએ કહ્યું હતું કે તેમણે ગુરુદ્વારાઓમાં પીરસવામાં આવતા લંગરમાં વપરાતી વસ્તુઓ પરથી GST હટાવી દીધો તેમજ અફઘાનિસ્તાનથી ગુરુ ગ્રંથ સાહિબની નકલો પરત લાવવામાં આવી હતી.

Delhi High court

Delhi High court :  અરજદાર જોંધલેએ જણાવ્યું હતું કે આચારસંહિતા હેઠળ કોઈપણ પક્ષ અથવા ઉમેદવાર એવી કોઈપણ પ્રવૃત્તિમાં સામેલ થઈ શકે નહીં, જે બે જાતિ અથવા સમુદાયો વચ્ચે તણાવ પેદા કરી શકે.

તેમણે કહ્યું હતું કે તેઓ મોદીની ફરિયાદ સાથે ચૂંટણીપંચમાં પણ ગયા હતા અને IPCની કલમ 153A (જૂથ વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું) હેઠળ કાર્યવાહીની માગ કરી હતી. તેમ છતાં પંચે કોઈ કાર્યવાહી કરી ન હતી.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.