Patan Lok Sabha  :  પાટણ લોકસભા પર કાંટાની ટક્કર, કોણ જીતશે તે કહેવું અશક્ય  

0
73
Patan Lok Sabha  
Patan Lok Sabha  

Patan Lok Sabha  : લોકસભાની ચૂંટણી 2024માં બે તબક્કામાં મતદાન સમાપ્ત થયું છે. હવે 7 મે ના રોજ ત્રીજા તબક્કાનું મતદાન થશે. જેમાં ગુજરાતની તમામ 25 બેઠકો પર મતદાન થશે. રાજ્યમાં 26 બેઠકો છે. જોકે સુરતની બેઠક બિનહરિફ થતા હવે 25 સીટો પર ચૂંટણી થશે. આ દરમિયાન આજે  પાટણ લોકસભા સીટની રાજકીય સમીકરણ વિશે વાત કરી રહ્યા છે. પાટણની સીટ પર ઠાકોર વર્સિસ ઠાકોરનો જંગ જોવા મળશે. પાટણ લોકસભાની સીટ પર ભાજપે વર્તમાન સાંસદ ભરતસિંહ ડાભીને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસે સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરને ટિકિટ આપી છે.

final 35

Patan Lok Sabha  :  પાટણ લોકસભા સીટમાં કુલ 7 વિધાનસભા સીટ

પાટણ લોકસભા વિસ્તારમાં કુલ 7 વિધાનસભા સીટો આવે છે. જેમાં પાટણ, રાધનપુર, વડગામ, કાંકરેજ, ચાણસ્મા, સિદ્ધપુર અને ખેરાલુનો સમાવેશ થાય છે. જેમાં 3 બેઠકો પર ભાજપ પાસે છે. જ્યારે 4 બેઠકો કોંગ્રેસ પાસે છે.

Patan Lok Sabha  :  2019માં શું હતું પરિણામ

Patan Lok Sabha  

2019 લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો ભાજપે વર્તમાન ઉમેદવાર ભરતસિંહ ડાભીને ઉમેદવાર બનાવ્યા હતા. જ્યારે જગદીશ ઠાકોરને ટિકિટ આપી હતી. જેમાં ભાજપના ઉમેદવાર ભરતસિંહનો 1,93,879 મતોથી વિજય થયો હતો. ભરતસિંહને 56.24 ટકા અને જગદીશ ઠાકોરને 39.02 ટકા વોટ મળ્યા હતા.

Patan Lok Sabha  : પાટણ લોકસભા બેઠક પર ચૂંટાયેલા સંસદ સભ્યો

વર્ષચૂંટાયેલા સંસદ સભ્યપાર્ટી
1957ઠાકોર મોતીસિંહકોંગ્રેસ
1962પરષોત્તમદાસ પટેલકોંગ્રેસ
1967ડીઆર પરમારસ્વતંત્ર પાર્ટી
1971ખેમચંદ ચાવડાકોંગ્રેસ
1977ખેમચંદ ચાવડાજનતા પાર્ટી
1980હીરાલાલ પરમારકોંગ્રેસ
1984પૂનમચંદ વણકરકોંગ્રેસ
1989ખેમચંદ ચાવડાજનતાદળ
1991મહેશ કનોડિયાભાજપ
1996મહેશ કનોડિયાભાજપ
1998મહેશ કનોડિયાભાજપ
1999પ્રવિણ રાષ્ટ્રપાલકોંગ્રેસ
2004મહેશ કનોડિયાભાજપ
2009જગદીશ ઠાકોરકોંગ્રેસ
2014લીલાધર વાઘેલાભાજપ
2019ભરતસિંહ ડાભીભાજપ

Patan Lok Sabha  : સૌથી વધુ મતદારો ઠાકોર જ્ઞાતિના

Patan Lok Sabha  

પાટણ લોકસભા મતક્ષેત્રમાં જ્ઞાતિ સમીકરણ સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે. પાટણ બેઠક પર સૌથી વધુ મતદારો ઠાકોર જ્ઞાતિના છે, જે ઓબીસી કેટેગરીમાં આવે છે. ભાજપ અને કોંગ્રેસ બન્નેએ આ બેઠક માટે ઠાકોર સમાજના નેતાને મેદાને ઉતાર્યા છે. આ બેઠક પર કુલ મતદાર 20,19,203 છે. જેમાંથી 10,39,108 પુરુષ મતદાર તથા 9,80,064 સ્ત્રી મતદાર અને અન્ય મતદાર 31 છે.

Patan Lok Sabha  : પાટણ લોકસભા બેઠક 10 ઉમેદવારો

ક્રમઉમેદવારપાર્ટી
1ચંદનજી ઠાકોરકોંગ્રેસ
2ભરતસિંહજી ડાભીભાજપા
3બળવંત છત્રાલીયાબસપા
4મસીહુલ્લાહ ઘાઘાસોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા
5રાકેશભાઈ શર્મારાષ્ટ્રીય સમાજ પક્ષ
6અબ્દુલકુદ્દુસઅપક્ષ
7અબ્દુલહક ઈસ્માઈલ નેદારીયાઅપક્ષ
8ધનજીભાઈ ચંદુરાઅપક્ષ
9કિશનભાઈ ઠાકોરઅપક્ષ
10સોયબ હાસમ ભોરણીયાઅપક્ષ

1957થી પાટણ બેઠક પર યોજાયેલી 16 ચૂંટણીઓમાં છ વાર કોંગ્રેસ, છ વાર ભાજપ, એક-એક વખત સ્વતંત્ર પક્ષ, જનતા પક્ષ અને જનતા દળ ચૂંટણી જીત્યા છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.