Gujarat Startup – 9 | Darpan Kadu ev cycal | VR LIVE

0
235
Gujarat Startup
Gujarat Startup

Gujarat Startup– અંતર્ગત ગુજરાત ના યુવાનો દર્પણ કડું, શીલ પટેલ અને ધ્રુવ પટેલે Gujarat Startup પોલીસી અંતર્ગત દ્વારા ઈ બાઈક અને બાઈસીકલ બનાવ્યું છે ગુજરાતમાં સ્ટાર્ટઅપ Gujarat Startup ની ગુજરાત સતત અગ્રેસર રહ્યું છે .ગુજરાત સરકારે યુવા ઉદ્યોગ સાહસિકો-સ્ટાર્ટઅપને ટેકો આપીને સ્ટાર્ટઅપ ગુજરાત પોર્ટલ પણ શરૂ કર્યું છે. ભારત સરકાર  દ્વારા શરૂ કરવામાં આવેલ આત્મનિર્ભર ભારત અભિયાનના લક્ષ્યને પહોંચી વળવા માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને સ્કિલઅપ ઈન્ડિયા મહત્વનો ભાગ ભજવે છે. જે અર્થે સહભાગી થતાં દરેક રાજ્યોને મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગ પણ જાહેર કરવામાં આવે છે. બેસ્ટ સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ગુજરાત સતત આગળ વધી રહ્યું છે.આ ઈ વ્હીકલની ખાસિયતની વાત કરીએ તો સંપૂર્ણ ભારતીય બનાવટ અને દરેક ઋતુમાં કોઈ પણ પ્રકારની અડચણ આવતી નથી. ઓટોમોબાઇલ હબ તરીકે વિકસેલું ગુજરાત હવે એ વહીકલ હબ બનવા તરફ આગળ ધપી રહ્યું છે તેવા સંજોગોમાં આવતા ચાર વર્ષમાં લાખોની સંખ્યામાં તમામ પ્રકારના વાહનો રસ્તા પર દોડતા કરવામાં આવશે ને ઇલેક્ટ્રોનિક વાહનો ના વપરાશ થી પેટ્રોલ-ડઝલ નો ખર્ચ 50 ટકા જેટલો ઘટી જશે વાહન સંચાલન અને પરિવહન ખર્ચમાં 50 ટકા જેટલા ઘટાડાની સીધી અસર અર્થતંત્ર થી લઈને વૃદ્ધિદર સુધી થાય તે સ્વભાવિક છે ઝડપી ટ્રાન્સપોર્ટેશન ના યુગમાં જાહેર અને ખાનગી પરિવહન સવલતો ને વધુ સુદ્રઢ બનાવવા માટે પણ ઇલેક્ટ્રોનિક વાહનો આશીર્વાદરૂપ બની રહેશેઅત્યારે ઇલેક્ટ્રોનિક વાહનોના ઉપયોગ સામે ચાર્જિંગ સેન્ટરની અથવા તને ઝડપથી બેટરીને ચાર્જ થાય તેવી ટેકનોલોજી ની અછતના કારણે ના ફાયદારૂપ હોવા છતાં ઇલેક્ટ્રોનિક વાહનો વસાવતા લોકો ખચકાટ અનુભવે છે હવે નવી વહીકલ પોલિસીમાં ચાર્જિંગ ની ઉપલબ્ધિ અને વ્યવસ્થા ની કોઈ અછત રહી રહેવાની નથી પેટ્રોલ પંપ સંચાલકોને પણ ચાર્જિંગ પોઈન્ટ ઉભા કરવા માટે સરકાર મદદરૂપ થશે અત્યારે ઠેરઠેર જેવી રીતે પેટ્રોલ અને ડીઝલ સરળતાથી ઉપલબ્ધ છે .તેવા સંજોગોમાં કાર્બન ડાયોકસાઇડનું પ્રમાણ પણ કાબૂમાં આવશે આમ ઇલેક્ટ્રોનિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવાના ગુજરાત સરકારના અભિગમથી અર્થતંત્રની સાથે સાથે વાતાવરણ અને પર્યાવરણ શુદ્ધિકરણ નું પણ કામ થશે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ દૂર કરવા માટે કરોડો ડોલરનો દુનિયાને ખર્ચ થાય છે ગુજરાત સહિત હવે દેશભરમાં જો ઇલેક્ટ્રોનિક વાહનોનો ઉપયોગ વધારવામાં આવે તો પેટ્રોલ-ડીઝલના ધુમાડાનું પ્રદૂષણ દિવસે દિવસે નીચું જાય ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નવી ઇલેક્ટ્રોનિક વાહન ની નીતિ આર્થિક અને પર્યાવરણ આમ બંને બાજુ ખૂબ જ લાભકારક બની રહેશે નવા વાહનો ના ઉત્પાદન વધારવાની જરૂરિયાત થી રોજગારી પણ વધશે અર્થતંત્ર અને પેટ્રોલ ડીઝલના આયાત ભારણ માંથી મુક્તિ મળશેનવી ઇલેક્ટ્રોનિક પોલીસ નો અમલ કરીને ગુજરાતે જે દીર્ઘદ્રષ્ટિ અને અનુકરણીય પગલું ભર્યું છે
વિજ્ઞાન અને ટેકનોલોજીના આવિષ્કારની સાથે સાથે વાહન ઉદ્યોગ અને ઓટો મોબાઈલ ક્ષેત્રને પેટ્રોલ-ડીઝલ વધતા ભાવ ની સાથે સાથે વાયુ પ્રદૂષણ અને હવામાન વધતું કાર્બનનું પ્રમાણ પડકારરૂપ બની રહ્યું છે તેવા સંજોગોમાં હવે વિશ્વ ને વૈકલ્પિક ઉર્જાના વપરાશની જરૂરિયાત સમજાય ચૂકી છે અને વિશ્વના અનેક મોટા દેશોમાં પેટ્રોલ-ડીઝલના બદલે બેટરીથી ચાલતા વાહનો વપરાશ વધી રહ્યો છે ત્યારે ગુજરાત સરકારે નવી ઇલેક્ટ્રોનિક વાહન અંગેની એક નીતિની જાહેરાત કરીને એ વાહનના આવિષ્કારની આગોતરી પહેલ કરીને ગુજરાતે એક નવી દિશા બતાવી છે પેટ્રોલ-ડિઝલના વધતા ભાવ અને સાથે સાથે વાતાવરણમાં પ્રદૂષણ નું વધતું જતું પ્રમાણ કોઈપણ સંજોગોમાં કાબુમાં રહેવું અનિવાર્ય બની છે. ત્યારે ગુજરાતને પ્રદૂષણ મુક્ત કરવાની દિશામાં સીમાચિહ્નરૂપ પગલા જેવી નવી વહીકલ પોલીસી થી ગુજરાતમાં અર્થતંત્રની સાથે સાથે પર્યાવરણની પણ દશા અને દિશા બદલાઈ જશે .