આજના કાર્યક્રમમાં સારથી વિષે વાત કરીશું .. શું છે આ સારથી અને આ સારથી ઉપકરણ કોના માટે છે અને કોણ સારથીનો ઉપયોગ કરી રહ્યું છે જે લોકોની આંખોમાં રોશની નથી અને જેઓ તેમની આંગળીના વેઢા પર રહેલી દ્રષ્ટીથી દુનિયાને નિહાળી રહ્યા છે. તેવા પ્રજ્ઞાચક્ષુ લોકો માટે એક યુવાને ડિવાઇસ બનાવ્યું છે. આ ડિવાઇસ તેમની રોજીંદી પ્રક્રિયામાં ખૂબ મદદગાર થઇ શકે છે. તેના શોધકારે તેનુ નામ આપ્યુ છે ‘ટોર્ચ ઇટ’ તો પ્રજ્ઞાચક્ષુ લોકો તેને સારથી તરીકે ઓળખે છે. મિત્રો ગુજરાત સ્ટાર્ટઅપ અંતર્ગત આજે જાણીશું આ અનોખા ડીવાઈસ વિષે.
ગુજરાતના હની ભાગચંદાણીએ પ્રજ્ઞાચક્ષુ લોકો માટે અનોખી ટોર્ચ બનાવી છે .ટોર્ચ ઇટ જેને પ્રજ્ઞાચક્ષુ લોકો સારથી તરીકે ઓળખે છે. હની ભાગચંદાણી અમદાવાદના માં પોતના પરિવાર સાથે રહે છે. તેના મગજમાં કાયમ પ્રજ્ઞાચક્ષુ લોકો માટે કંઇક કરવાની ઇચ્છા હતી. જેને કુદરત જાણે સાકાર કરતી હોય એમ તેનો અભ્યાસ પીડીપીયુમાં બી ટેકમાં શરૂ થયો. બીટેકની સોશિયલ ઇન્ટર્નશીપ અમદાવાદના બ્લાઇન્ડ પીપલ એસોસિએશનમાં થઇ. જ્યાં તેણે પ્રજ્ઞાચક્ષુઓને પડતી મુશ્કેલીઓ વિશે જાણ્યુ
એક બ્લાઇન્ડ વ્યક્તિ જયારે જાહેર રસ્તા પર રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે તે મુંઝવણ અનુભવી રહ્યો હતો. ત્યારે વિચાર આવ્યો કે આવા લોકો મદદ થાય તેવું ડિવાઇસ બનાવું જોઈએ. જે સામેથી આવતા અવરોધની જાણકારી આપી શકે . રિસર્ચ કર્યા બાદ ડિવાઇસ પર કામ કરવાનું શરૂ કર્યું હતું. આ યુવાને એક ડિવાઇસ બનાવી સમગ્ર દેશમાં અને વિશ્વમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. જાણીશું કેવી રીતે બ્લાઇન્ડ લોકો ડિવાઇસ મદદ રૂપ થાય છે. સામાન્ય રીતે પ્રજ્ઞાચક્ષુઓ અને દૃષ્ટિની ખામી ધરાવતા લોકો હલનચલન કરતી વખતે વિશિષ્ટ પ્રકારની સ્ટિકનો ઉપયોગ કરે છે. આ સ્ટિકનો ઉપયોગ કરવા છતાં તેમને અનેક પ્રકારની અડચણોનો સામનો કરવો પડે છે. આ ડીવાઈસ ખુબજ નજીવી કીમતે ભારતમાં ઉપલબ્ધ છે. જે સામાન્ય પરિવારના લોકો પણ વાપરી શકે છે .
પ્રજ્ઞાચક્ષુઓ અને દૃષ્ટિની ખામી ધરાવતા આવા લોકોને આસારથી રસ્તો પાર કરવામાં, હલનચલન કરવામાં અત્યંત મદદરૂપ ડિવાઇસ આજે આશીર્વાદરૂપ સાબિત થઇ રહ્યું છે . સારથી અંગેનો ગુજરાત સ્ટાર્ટઅપ કાર્યક્રમ તમને કેવો લાગ્યો તે અમને જણાવી શકો છે. સતત સમાચારની અપડેટ માટે અમારી યુટ્યુબ ચેનલ તથા વેબ સાઈટ સબ્સક્રાઇબ,લાઇક અને શેર કરી શકો છો, ફેસબુક ઉપર પણ લાઇક કરી શકો છો, મિત્રો ફરી મળીશું એક નવા સ્ટાર્ટઅપની વાત સાથે જોતા રહો અમારી વેબ સાઈટ