ભેજવાળા વાતાવરણમાં શરદી અને સાંધાના દુખાવા માટે આયુર્વેદિક ઉપચાર

1
112
ભેજવાળા વાતાવરણમાં શરદી અને સાંધાના દુખાવા માટે આયુર્વેદિક ઉપચાર
ભેજવાળા વાતાવરણમાં શરદી અને સાંધાના દુખાવા માટે આયુર્વેદિક ઉપચાર

૧. શરદી માટે તુલસી ઉત્તમ ઔષધ છે. ચોમાસાની ઋતુ શરુ થવાની હોય ત્યારથી જ દરરોજ સવારે ભૂખ્યાપેટે તુલસીના આઠ-દસ પાન ચાવીને ખાવાનું શરુ કરી દો. જે આખું ચોમાસું ચાલુ રાખવા જેથી શરદી તથા કફમાં રાહત મળશે

૨. શરદી થાય એટલે તુરત જ તુલસી, મરી, લવિંગ ને અધકચરા વાટીને ગરમ પાણીમાં ઉકાળી એક કપ જેટલો (૧૦૦ એમ.એલ) ઉકાળો દરરોજ પીવો.

૩. શરદી માટે પીવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરવો. એક લીટર પાણીમાં અર્ધી ચમચી જેટલો સુંઠનો પાઉડર ઉમેરીને ઉકાળવું.

૪. ચોમાસામાં આદુ સારું અને કુણું મળતું હોય છે. (કુદરત જ સગવડ કરી આપે છે) જમતી વખતે આદુની કતરણને ખાવી.

૫. શરદી માટે સુંઠનો પાઉડર અને દેશી ગોળની નાની ગોળીઓ બનાવી મોઢામાં રાખવી

૬. શરદી માટે ગરમ પાણીની વરાળ દિવસમાં બે વખત લેવી. ફાવે તો તેમાં વિક્સ અથવા ચપટી અજમા ઉમેરી શકાય. પરંતુ તેનાથી ગળામાં, નાકમાં બળતરા થતી હોય તો સાદું પાણી જ રાખવું.

૭. રોજ રાત્રે સુતી વખતે હળદર વાળું થોડું ગરમ દૂધ પીવું. દુધમાં ખાંડ, સાકર ન નાખવી.

૮. શરદી માટે નાના બાળકને નાગરવેલના પાન હળવા ગરમ કરીને છાતી ઉપર તથા માથા ઉપર બાંધી શકાય.

૯. ઈમ્યુનિટી વધારવા માટે કોઈપણ બીમારીમાં સફરજન સૌથી શ્રેષ્ઠ છે. તકલીફ રહે એટલો સમય દિવસના બે-ત્રણ સફરજન ખાવા. બાદ દરરોજનું એક લઈ શકાય

સાંધા ના દુખાવા માટે દેશી ઉપચાર

▪️શરીરના સાંધાઓ (જોઈન્ટ્સનો) વા એટલે સંધિવા

▪️આમાં હાડકાંની વચ્ચે રહેલું લ્યુબ્રિકેન્ટ ઓછું થઈ જતાં સાંધાઓ જકડાઈ જાય છે.

▪️ઘરેલૂ ઉપાયો દ્વારા આ તકલીફો કરી શકો છો.

⭕ સંધિવાના કારણો:-

આયુર્વેદમાં સંધિવાનું મુખ્ય કારણ વાયુદોષ જણાવેલ છે. જ્યારે આધુનિક વિજ્ઞાન મતે રક્તમાં અમ્લતા (ખટાશ), એસિડિટી વધવાથી શરીરમાં અમ્લતા વધે છે અને તેના કારણે હાડકાઓના સાંધાઓમાં સોજો, અક્કડતા અને દુખાવો થાય છે.

લક્ષણો:-

▪️સંધિવાના દર્દમાં વ્યક્તિના હાથ-પગના ઢીંચણ-કોણી, ખભા જેવા મોટા સાંધાઓમાં કે નાના-નાના સાંધાઓમાં સોજો આવી જાય છે. દર્દીને હલનચલન કરવામાં તકલીફ થાય છે. આ સમસ્યા પગમાં વધુ જોવા મળે છે. આ તકલીફ રાતે, ઠંડીમાં અને ચોમાસામાં વધુ થાય છે.

સંધિવા માટેના ઉપાયો:-

▪️સંધિવાની સારવારમાં ધીરજની જરૂર હોય છે. સંધિવાના દર્દીઓએ ઠંડા પવન અને ઠંડા પાણીથી દૂર રહેવું.

▪️આયુર્વેદમાં વાયુનાશક એરંડિયું સંધિવામાં ખૂબ જ ફાયદાકારક છે. સૂંઠમાં ઉકાળા સાથે એરંડિયું વૈદ્યકિય સલાહ મુજબ લેવું. એરંડિયું સાંધાઓ જકડાઈ ગયા હોય ત્યાં પહોંચીને તેને છૂટા પાડવાનું કામ કરે છે.

▪️વિરૂદ્ધ આહાર ન ખાવો. તેનાથી લોહીમાં અમ્લતા વધે છે અને સાંધાઓ જકડાઈ જાય છે.

▪️નિર્ગુન્ડી તેલ, પંચગુણ તેલ, મહાવિષગર્ભ તેલ, ધતુરાનું તેલ વગેરે જેવા વાતનાશક તેલની માલિશ કરવાથી સંધિવાના રોગમાં ફાયદો થાય છે.

▪️સંધિવામાં થોડું હલનચલન કરતાં રહેવું. સાવ નિષ્ક્રિય ન રહેવું, જેથી સાંધાઓ એકદમ જકડાઈ ન જાય છે.

સંધિવામાં શું ખાવું અને શું ન ખાવું:-

▪️વાના દર્દીએ પાણીને ઉકાળીને ઠંડુ કરીને પીવું. ચોમાસામાં તો ખાસ ઉકાળ્યા વિના પાણી પીવું જ નહીં. રોજ દૂધ પીવું. હળવો-સુપાચ્ય ખોરાક ખીચડી, બાજરો, જવ, રાબ, ગોળ, આદુ, મરી, લસણ, મેથી, સૂંઠ, પીપર, તજ, કોથમીર એરંડિયું લઈ શકાય છે.

▪️આમલી, કોકમ, છાશ, દહીં, લીંબુ, ભારે ખોરાક, મીઠાઈઓ વગેરે ન ખાવા. કબજિયાત ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. તમાકુ, દારૂ જેવા વ્યસન છોડી દેવા. ઢીંચણની પીડા હોય ત્યારે પલાંઠી વાળીને કે ઉભડક બેસવું નહીં.

ખાસ નોંધ– આયુર્વેદની માહિતી અલગ અલગ જાણકારો અને આયુર્વેદના પુસ્તકોને આધારે લેવામાં આવી છે. વી આર લાઇવ વાચક મિત્રોએ પોતાની સુઝબુજ અને વિવેક શક્તિથી આયુર્વેદના ઉપચાર , તેની યોગ્ય માત્રા તજજ્ઞ વૈદ્યની સલાહને આધારે કરવો તેવી વિનંતી કરે છે . અહી માત્ર માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે.


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.

1 COMMENT

Comments are closed.