Home State Gujarat Gujarat Rain Update: ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, વાપીમાં 5 ઈંચ વરસાદ, સુરતમાં...

Gujarat Rain Update: ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, વાપીમાં 5 ઈંચ વરસાદ, સુરતમાં તંત્રની પોલ ખૂલી અને સ્કૂલ વાન ફસાતા બાળકોનો આબાદ બચાવ

0
94
Gujarat Rain Update
Gujarat Rain Update

Gujarat Rain Update: જુલાઈ મહિનાની શરૂઆત સાથે જ ગુજરાતમાં ચોમાસું જામ્યું છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ‘યલો એલર્ટ’ જાહેર કરાયું છે. હવામાન વિભાગના મતે ૨ જુલાઈથી વરસાદનું જોર વધશે અને ૩ તેમજ ૪ જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. નોંધનીય છે કે, ચાલુ વર્ષે જૂન મહિનામાં સરેરાશ વરસાદમાં ૮૦% ટકાની મોટી ઘટ રહી હતી અને સમગ્ર મહિનામાં માત્ર સવા ઈંચ વરસાદ નોંધાયો હતો. જોકે, જુલાઈની શરૂઆત ધમાકેદાર રહી છે.

Gujarat Rain Update

Gujarat Rain Update: વાપીમાં આભ ફાટ્યું: ૫ ઈંચ વરસાદથી રેલવે અંડરબ્રિજ ગરકાવ

૧ જુલાઈના રોજ સવારે ૬થી ૧૦ વાગ્યા દરમિયાન રાજ્યના ૩૭ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વાપીમાં અંદાજે ૫ ઈંચ વરસાદ ખાબકતા સમગ્ર પંથક પાણી-પાણી થઈ ગયો હતો. વાપીના ચલા રોડ, કચીગામ રોડ સહિતના વિસ્તારો જળબંબાકાર બન્યા હતા અને રેલવે અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ જતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો. આ ઉપરાંત, વલસાડના ઉમરગામમાં પણ પોણા બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

Gujarat Rain Update

Gujarat Rain Update: સુરતમાં પ્રી-મોન્સૂન કામગીરીના ધજાગરા: સ્કૂલ વાન અને એસટી બસ ખૂંપી

સુરત શહેરમાં પહેલા જ વરસાદે મહાનગરપાલિકા (મનપા)ની પ્રી-મોન્સૂન કામગીરી અને રોડ કોન્ટ્રાક્ટરોની બેદરકારીની પોલ ખોલી નાખી છે:

  • બાળકોનો આબાદ બચાવ: સુરતના લિંબાયત વિસ્તારમાં રોડ બેસી જતાં એક સ્કૂલ વાન અચાનક ખાડામાં નમીને ફસાઈ ગઈ હતી. સ્થાનિકોની દોડધામ બાદ વાનમાં સવાર બાળકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા, જેથી મોટી હોનારત ટળી હતી.
  • એસટી બસ ફસાઈ: ઉધના નજીક પણ રોડ બેસી જવાને કારણે એક એસટી બસ રસ્તામાં ખૂંપી ગઈ હતી, જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
  • મસમોટો ભુવો: ઉધના ઝોનની ઓફિસ બહાર જ રસ્તા પર મોટો ભુવો પડતાં મનપાના અધિકારીઓ અને કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી.
  • ખાડીમાં ક્રેન ફસાઈ: ઉધના નજીક ખાડી સફાઈ દરમિયાન અચાનક પાણીનું સ્તર વધી જતાં સફાઈ કરતી મોટી ક્રેન પાણીમાં ફસાઈ ગઈ હતી. આ અફરાતફરી વચ્ચે મનપાના કોઈ જવાબદાર અધિકારી લાંબા સમય સુધી ઘટનાસ્થળે ડોકાયા નહોતા.
Gujarat Rain Update

Gujarat Rain Update: સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ

  • વંથલી પંથક: વંથલીમાં મેઘરાજાની વિધિવત એન્ટ્રી થતાં અસહ્ય ઉકળાટ અને ગરમીથી રાહત મળી છે. જોકે, ખેડૂતો હજુ વાવણીલાયક ધોધમાર વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
  • છોટાઉદેપુર: જિલ્લાના કવાંટ અને બોડેલીના રાજબોડેલીમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે, જ્યારે પાવી જેતપુર અને નસવાડીમાં ધીમીધારે વરસાદ ચાલુ રહેતાં ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
Gujarat Rain Update

Gujarat Rain Update: આંકડાની નજરે વરસાદની સ્થિતિ

સમયગાળોઅસરગ્રસ્ત તાલુકામુખ્ય વિગત
છેલ્લા ૨૪ કલાકમાં૭૫ તાલુકાનવસારીમાં ૪.૫૩ ઈંચ, જલાલપોરમાં ૩.૫૦ ઈંચ વરસાદ. ૨૮ તાલુકામાં ૧ ઈંચથી વધુ વરસાદ.
૧ જુલાઈ (સવારે ૬થી ૮)૨૭ તાલુકાવાપીમાં ૪.૧૩ ઈંચ અને ઉમરગામમાં ૧.૭૩ ઈંચ વરસાદ.

હવામાન વિભાગની આગામી કલાકોની ચેતવણી:

છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં મધ્યમ વરસાદની સાથે ૪૧થી ૬૧ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

 ખેડામાં પ્રચંડ બ્લાસ્ટ: કપડવંજમાં ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ, 10 કિમી સુધી ધરા ધ્રુજી, 5થી 6 ઇજાગ્રસ્ત

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે