Gujarat Rain: અરવલ્લીમાં કમોસમી વરસાદ, ભિલોડા તાલુકામાં ધોધમાર વરસાદ

0
161
Gujarat Rain: અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ, ભિલોડા તાલુકામાં ધોધમાર વરસાદ
Gujarat Rain: અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ, ભિલોડા તાલુકામાં ધોધમાર વરસાદ

Gujarat Rain: Gujarat weather Update: ગુજરાતની 25 સહિત 11 રાજ્યોની 93 બેઠકો પર ત્રીજા તબક્કાનું મતદાન વચ્ચે અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો છે. ભિલોડા તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે. ધોમધખતા તાપ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતાં લોકોને ઉકળાટથી થોડી રાહત મળી છે.

મોડાસાના ટીંટોઈ પંથકમાં પણ વરસાદ છે. મોડાસા શામળાજી હાઈવે પર વરસાદ છે. વરસાદ પડતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે, વિઝિબીલિટી ઘટતાં લોકો હેડ લાઇટ શરૂ કરીને વાહન ચલાવતાં જોવા મળ્યા હતા.

બનાસકાંઠામાં અંબાજી પંથકના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. બપોર બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ હળવો વરસાદ પડ્યો હતો. ગરમીની આગાહી વચ્ચે વરસાદની પધરામણી થઈ હતી. મતદાનના દિવસે હવામાન વિભાગે ભારે ગરમી અને ઉકળાટની આગાહી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આજે હીટ વેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં બે દિવસ હીટવેવ રહેશે. દરિયાઈ વિસ્તારમાં હીટ વેવની આગાહી છે. કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, દમણ દાદરા નગર હવેલી, વલસાડમાં હીટ વેવની આગાહી છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો