Gujarat Rain: ગુજરાતમાં ફરી એકવાર ચોમાસુ સક્રિય, જાણો ક્યાં-કયું એલર્ટ જાહેર કરાયું

0
145
Gujarat Rain: ગુજરાતમાં ફરી એકવાર ચોમાસુ સક્રિય, જાણો ક્યાં-કયું એલર્ટ જાહેર કરાયું
Gujarat Rain: ગુજરાતમાં ફરી એકવાર ચોમાસુ સક્રિય, જાણો ક્યાં-કયું એલર્ટ જાહેર કરાયું

Gujarat Rain: વિરામ બાદ ગુજરાતમાં ફરી એકવાર ચોમાસું ફરી સક્રિય બન્યું છે. સાતમ-આઠમ પહેલા જ રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો છે. આ વચ્ચે હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. વરસાદે પેટર્ન બદલી હોય તેમ છેલ્લા કેટલાક દિવસથી અસહ્ય ઉકળાટ બાદ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યભરમાં 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.

Gujarat Rain: 24 કલાકની સ્થિતિ

ગુજરાતમાં લાંબા સમયના વિરામ બાદ ફરી મેઘરાજાની પધરામણી થઈ છે. દક્ષિણ, મધ્ય, ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ બનાસકાંઠાના વડગામમાં 4.40 ઈંચ વરસાદ નોંધાયો છે. નડીયાદ અને મેધરાજમાં 4 ઈંચ, બગસરામાં 3.81 ઈંચ, મહુધામાં 3.62 ઈંચ, દેહગામમાં 3.54 ઈંચ, અમીરગઢમાં 3.50 ઈંચ અને ગોધરમાં 3.26 ઈંચ જોટલો વરસાદ નોંધાયો છે. 

આ જિલ્લામાં એલર્ટ 

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (24મી ઑગસ્ટ) ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મેઘરાજા ધબધબાટી બોલવશે. જેમાં દક્ષિણ ગુજરાતના દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, વલસાડ, નવસારી, ડાંગ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદ (Gujarat Rain) ને પગલે ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, પાટણ, ગાંધીનગર, મહીસાગર, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

25મી ઑગસ્ટે કયા જિલ્લાઓમાં એલર્ટ

Gujarat Rain: 25મી ઑગસ્ટે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ અને નર્મદા જિલ્લામાં અતિભારે વરસાદને પગલે ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ સિવાય કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવી છે.

જન્માષ્ટમીએ ક્યાં-ક્યાં પડી શકે વરસાદ

સોમવારે 26 ઓગસ્ટે જન્માષ્ટમીના તહેવારે પણ મોટાભાગના જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. જેમાં નર્મદા, ભરૂચમાં અત્યંત ભારે વરસાદ થઈ શકે છે, તો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં પણ વરસાદનું એલર્ટ છે. 

વડોદરા શહેરમાં ધીમીધારે વરસાદ

વડોદરા શહેરમાં ગતરોજ વરસેલા છુટા છવાયા વરસાદ બાદ આજે વહેલી સવારથી જ શહેરમાં વરસાદી પડી રહ્યો છે. હાલમાં શહેરના વાઘોડિયા રોડ, આજવા રોડ, અમિત નગર, રાવપુરા, કારેલીબાગ, માંજલપુર, સમા છાણી, ગોરવા, અલકાપુરી સાહિતના અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક છૂટો છવાય તો ક્યાંક વરસાદી ઝાપટા પડી રહ્યા છે.

સુરતમાં પણ વરસાદ મેઘ મહેરબાન

સુરતમાં પણ ફરી મેઘરાજાનું આગમન થયું છે. શહેરમાં અડાજણ, જહાંગીરપુરા, રાંદેર, કતારગામ, ખટોદરા, પીપલોદ, વેસું, અઠવાલાઇન્સ, અમરોલી, વરાછા, કાપોદ્રા, ઉંધના, ડિંડોલી વિસ્તારમાં સર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. જેને કારણે વાતાવરણમાં ઠંડક પસરી છે.

જોકે, લાંબા સમય સુધી વરસાદની ગેર હાજરી હોવાના કારણે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ પણ વધી ગયું હતું. જેથી લોકોએ ભારે બફારો અનુભવ્યો હતો. જોકે, વરસાદ પાડતા જ વાતાવરણમાં ઠંડક પસરતા જ લોકોને ગરમીથી રાહત પણ થઇ છે. જોકે હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે.

(Gujarat Rain)

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો