ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠા ભરવાડનો ધડાકો

0
61

વાસ્મોમાં ભ્રષ્ટાચારનો જેઠા ભરવાડનો આરોપ

નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચારનો આરોપ

ભ્રષ્ટાચારીઓ પર કાર્યવાહી કરવા માંગ

ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે મોટો ધડાકો કર્યો છે. ભાજપના દિગ્ગજ નેતા જેઠાભાઈ ભરવાડે નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે વાસ્મોમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ લગાવ્યો છે. આરોપોની સાથે સાથે તેમણે ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠાવી છે. તેમના આ દાવાથી ભાજપા સરકાર હચમચી ઉઠી છે. આ ઉપરાંત, ભ્રષ્ટ અધિકારીઓમાં પણ ભયનો માહોલ છવાયો છે.