Gujarat Judiciary Transfer: ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્યની તાબાની અદાલતોમાં જજોની બદલી અને બઢતીને લઈને મોટો વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યભરની વિવિધ અદાલતોમાં ડિસ્ટ્રિક્ટ જજ, સિનિયર સિવિલ જજ અને સિવિલ જજ સહિતના ન્યાયાધીશોની બદલી તેમજ પ્રમોશન કરવામાં આવ્યા છે. નવી નિમણૂક મળેલા જજોએ તેમની વર્તમાન જગ્યાનો ચાર્જ છોડીને 17 ઓગસ્ટ સુધીમાં નવી જગ્યાએ ચાર્જ સંભાળવાનો રહેશે.
બદલીઓનું લિસ્ટ જોવા અહીં ક્લિક કરો
Gujarat Judiciary Transfer: 63 સિવિલ જજની આંતર-જિલ્લા બદલી
ગુજરાતની તાબાની અદાલતોમાં કુલ 63 સિવિલ જજની આંતર-જિલ્લા બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત કેટલાક જિલ્લાઓમાં એક જ જિલ્લામાં આવેલી અલગ-અલગ અદાલતો વચ્ચે પણ આંતરિક બદલી કરવામાં આવી છે.
આંતરિક બદલીમાં અમદાવાદના 2, ભરૂચના 2, ભાવનગરના 1, દાહોદના 1, ગાંધીનગરના 1, કચ્છના 3, મહેસાણાના 3, મોરબીના 1, રાજકોટના 6, સાબરકાંઠાના 1, સુરતના 6 અને વડોદરાના 2 સિવિલ જજનો સમાવેશ થાય છે.
Gujarat Judiciary Transfer: 26 સિનિયર સિવિલ જજની બદલી, 79ને પ્રમોશન
સિનિયર સિવિલ જજના કેડરમાં પણ મોટાપાયે ફેરફાર કરવામાં આવ્યો છે. કુલ 26 સિનિયર સિવિલ જજની આંતરિક જિલ્લા બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત 79 જજને પ્રમોશન આપવામાં આવ્યું છે.
જિલ્લાવાર આંતરિક બદલીઓમાં અમદાવાદમાં 37, અરવલ્લીમાં 1, બનાસકાંઠામાં 5, ભાવનગરમાં 2, દાહોદમાં 2, દ્વારકામાં 2, ગાંધીનગરમાં 4, ગીર સોમનાથમાં 1, જામનગરમાં 8, જૂનાગઢમાં 3, કચ્છમાં 1, ખેડામાં 7, મહેસાણામાં 6, મોરબીમાં 3, નર્મદામાં 2, પાટણમાં 1, પોરબંદરમાં 2, રાજકોટમાં 21, સાબરકાંઠામાં 5, સુરતમાં 19, સુરેન્દ્રનગરમાં 2, વડોદરામાં 21 અને વલસાડમાં 2 જજની આંતરિક બદલી કરવામાં આવી છે.
Gujarat Judiciary Transfer: 67 ડિસ્ટ્રિક્ટ જજની આંતરિક જિલ્લા બદલી
ડિસ્ટ્રિક્ટ જજ કેડરમાં પણ મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે. કુલ 67 ડિસ્ટ્રિક્ટ જજની આંતરિક જિલ્લા બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રમોશન સાથે ટ્રાન્સફર કરવામાં આવેલા 57 જજનો પણ સમાવેશ થાય છે.
સાથે જ 86 જજને એડિશનલ સેશન્સ અથવા સેશન્સ કોર્ટમાંથી સેશન્સ ડિવિઝન ખાતે મૂકવામાં આવ્યા છે. તેમાં અમદાવાદના 9, અમરેલીના 2, આણંદના 4, અરવલ્લીના 1, બનાસકાંઠાના 6, ભરૂચના 5, ભાવનગરના 3, બોટાદના 1, છોટા ઉદેપુરના 1, ગાંધીનગરના 4, જામનગરના 2, કચ્છના 8, ખેડાના 1, મહેસાણાના 5, મોરબીના 1, નવસારીના 1, પાટણના 2, રાજકોટના 8, સુરતના 17, સુરેન્દ્રનગરના 4 અને વડોદરાના 11 જજનો સમાવેશ થાય છે.
બદલીઓનું લિસ્ટ જોવા અહીં ક્લિક કરો
ગુજરાત હાઇકોર્ટના આ નિર્ણયથી રાજ્યની વિવિધ તાબાની અદાલતોમાં ન્યાયાધીશોની નવી જવાબદારીઓ અને નિમણૂકો અમલમાં આવશે. બદલી અને બઢતી પામેલા તમામ જજોએ નિર્ધારિત સમયમર્યાદામાં નવી જગ્યાએ ચાર્જ સંભાળવાનો રહેશે.