Gujarat Gets New Swadeshi e-Bike: ગુજરાતની ગૌરવવંતી સિદ્ધિઓમાં વધુ એક સીમાચિહ્ન ઉમેરાયું છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગર્વભેર ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં જ નિર્મિત થયેલી ‘એવોર ઈ-બાઈક’ (Avor e-Bike) નું ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું છે. ઈલેક્ટ્રિક વાહનોના ક્ષેત્રે આ એક મહત્વપૂર્ણ કદમ માનવામાં આવે છે.
Gujarat Gets New Swadeshi e-Bike: ગુજરાતમાં નિર્માણ અને વેચાણ
આ અદ્યતન ઈ-બાઈકનું સંપૂર્ણ નિર્માણ અને ઉત્પાદન ગુજરાતમાં જ કરવામાં આવ્યું છે, જે ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને વધુ મજબૂત બનાવે છે. એવોર ઈ-બાઈકના ફાઉન્ડર પ્રિયાંક રાખોળીયા છે, જેમણે ગુજરાતમાં જ આ સ્વદેશી ઈ-બાઈક વિકસાવીને તેનું બજારમાં વેચાણ શરૂ કર્યું છે.

Gujarat Gets New Swadeshi e-Bike: બાઈકની મુખ્ય વિશેષતાઓ:
- જબરદસ્ત ડ્રાઇવિંગ રેન્જ: આ ઈ-બાઈક એકવાર ફૂલ ચાર્જ કરવા પર અદ્ભુત એવી ૨૫૦ કિલોમીટરની લાંબી રેન્જ આપે છે.
- બિલ્ટ-ઇન ચાર્જર: ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખીને આ બાઈક સાથે જ ચાર્જર ફિટ કરવામાં આવ્યું છે, જેથી ચાર્જિંગ કરવું અત્યંત સરળ બને છે.
- સરકારી સબસીડીનો લાભ: ગ્રાહકો આ ઈ-બાઈક ખરીદતી વખતે નિયમો અનુસાર સરકારી સબસીડીનો લાભ પણ મેળવી શકશે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: આર્થિક રીતે પછાત વર્ગ (EWS) માટે મોટા સમાચાર; રાજ્ય સરકાર આવક મર્યાદા વધારીને 10 લાખ રૂપિયા કરવા માટે સક્રિય




