HomeGujaratBig Boost for EWS in Gujarat: આર્થિક રીતે પછાત વર્ગ (EWS) માટે...

Big Boost for EWS in Gujarat: આર્થિક રીતે પછાત વર્ગ (EWS) માટે મોટા સમાચાર; રાજ્ય સરકાર આવક મર્યાદા વધારીને 10 લાખ રૂપિયા કરવા માટે સક્રિય

Big Boost for EWS in Gujarat: ગુજરાતના આર્થિક રીતે પછાત વર્ગ (EWS)ના નાગરિકો, વિદ્યાર્થીઓ અને યુવાનો માટે રાજ્ય સરકાર ટૂંક સમયમાં જ એક મોટી અને રાહતરૂપ જાહેરાત કરી શકે છે. રાજ્ય સરકારે EWS યોજનાઓ અને લાભો માટેની વાર્ષિક આવક મર્યાદા વધારીને રૂપિયા ૧૦ લાખ કરવા માટેની આંતરિક કવાયત શરૂ કરી દીધી છે.

Big Boost for EWS in Gujarat: હાલની આવક મર્યાદા કેટલી છે?

વર્તમાન સમયમાં રાજ્યમાં આર્થિક રીતે પછાત વર્ગો માટેની વિવિધ સરકારી યોજનાઓ અને લાભો મેળવવા માટે વાર્ષિક આવક મર્યાદા રૂપિયા ૬ લાખ નિર્ધારિત કરવામાં આવી છે. લાંબા સમયથી આ મર્યાદા વધારવાની માંગણીઓ ઉઠી રહી હતી, જેને ધ્યાનમાં રાખીને સરકારે આ મોટો નિર્ણય લેવાની તૈયારી દર્શાવી છે.

Big Boost for EWS in Gujarat: કોને થશે ફાયદો?

Big Boost for EWS in Gujarat
  • વિદ્યાર્થીઓ: ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ, ફી સહાય અને અન્ય શૈક્ષણિક લાભો મેળવતા વિદ્યાર્થીઓને મોટો ફાયદો થશે.
  • યુવાનો: સરકારી યોજનાઓ, રોજગારીલક્ષી પ્રોત્સાહનો અને વિવિધ આર્થિક સહાય યોજનાઓનો વ્યાપક લાભ યુવાનો સુધી પહોંચી શકશે.

ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત સંભવ

સરકાર દ્વારા આ પ્રક્રિયાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, અને સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં જ આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે. આવક મર્યાદા વધીને ૧૦ લાખ રૂપિયા થવાથી હજારો વધુ પરિવારોને સરકારી યોજનાઓનું સુરક્ષા કવચ મળી રહેશે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: સુરતના નક્ષત્ર સેલ્ફ વોલ્ટમાં કરોડોની ચોરી: માલિક અને બે પુત્રોએ જ ડુબલીકેટ ચાવીથી લોકર સાફ કર્યા

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments