Home State Gujarat Gujarat Dy CM Harsh Sanghavi:નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત...

Gujarat Dy CM Harsh Sanghavi:નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત શ્રીલંકાના પવિત્ર પ્રવાસે

0
340
Gujarat

Gujarat Dy CM Harsh Sanghavi:ભારત અને શ્રીલંકા વચ્ચેના ગાઢ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંબંધોને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત શ્રીલંકાના ઐતિહાસિક અને પવિત્ર પ્રવાસે રવાના થયા છે. આ પ્રવાસ દરમિયાન ગુજરાતના અરવલ્લી જિલ્લામાં આવેલા પ્રખ્યાત બૌદ્ધ પુરાતત્વ સ્થળ દેવનીમોરીમાંથી પ્રાપ્ત થયેલા ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોને શ્રીલંકામાં વિશેષ પ્રદર્શન માટે લઈ જવામાં આવ્યા છે.

ભગવાન બુદ્ધના આ અવશેષોનું પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય પ્રદર્શન યોજાઈ રહ્યું છે. શ્રીલંકાના કોલંબોમાં આવેલા પ્રસિદ્ધ ગંગારામાયા મંદિર ખાતે તા. 4 થી 10 ફેબ્રુઆરી 2026 દરમિયાન આ પવિત્ર અવશેષોના દર્શન માટે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. બૌદ્ધ ધર્મ અનુયાયીઓ માટે આ અવશેષો અત્યંત પવિત્ર અને પ્રાચીન માનવામાં આવે છે.

Gujarat Dy CM Harsh Sanghavi

Gujarat Dy CM Harsh Sanghavi:દેવનીમોરી: ગુજરાતની ધરોહર, વિશ્વની આસ્થા

ગુજરાતનું દેવનીમોરી બૌદ્ધ ધર્મના ઇતિહાસમાં વિશેષ સ્થાન ધરાવે છે. અહીંથી મળેલા અવશેષો ભગવાન બુદ્ધના સૌથી પ્રાચીન અવશેષોમાં ગણાય છે. આ પ્રદર્શન થકી ગુજરાતની આ ઐતિહાસિક ધરોહર વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત થવાની સાથે ભારત-શ્રીલંકા વચ્ચેના ધાર્મિક અને સાંસ્કૃતિક સંબંધોને નવી દિશા મળશે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી 4 થી 6 ફેબ્રુઆરી દરમિયાન શ્રીલંકામાં રોકાઈ વિવિધ ધાર્મિક અને સત્તાવાર કાર્યક્રમોમાં ભાગ લેશે. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ઉપસ્થિત રહેશે. પ્રદર્શન પૂર્ણ થયા બાદ ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો 11 ફેબ્રુઆરીએ વડોદરા પરત લવાશે.

Gujarat Dy CM Harsh Sanghavi:નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો સંદેશ

પ્રવાસ પહેલાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે,

“ભારતમાંથી એક વિશેષ ટીમ ભગવાન બુદ્ધના પવિત્ર દેવનીમોરી અવશેષોને શ્રીલંકા લઈ જઈ રહી છે. આ માત્ર રાજદ્વારી પ્રવાસ નથી, પરંતુ આપણી ભક્તિ, સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરાને સ્પર્શતો પવિત્ર પ્રસંગ છે. શ્રીલંકામાં લાખો શ્રદ્ધાળુઓ આ અવશેષોના દર્શન કરશે, જે ભારત અને શ્રીલંકા વચ્ચેના અટૂટ સંબંધોને વધુ મજબૂત બનાવશે.”

તેમણે વધુમાં જણાવ્યું કે આ આયોજન ગુજરાત સરકાર અને કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયના સહયોગથી કરવામાં આવ્યું છે. આ પહેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એપ્રિલ 2025ની શ્રીલંકા મુલાકાત દરમિયાન વ્યક્ત કરાયેલા વિઝનનું પ્રતિબિંબ છે. આ પ્રદર્શન ભારતની નેબરહુડ ફર્સ્ટ’ નીતિ અને બૌદ્ધ વારસાને જાળવવાની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.

આ પણ વાંચો :સોશિયલ મીડિયા મિત્રતાની આડમાં હેવાનિયત: કોટાની યુવતીને સુરતમાં 20 દિવસ સુધી બંધક બનાવી દુષ્કર્મ ગુજાર્યું ,

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે