Gujarat BJP : કોંગ્રેસના ત્રણ મોટા નેતા અર્જુન મોઢવાડિયા અને અંબરીશ ડેર અને મુળુ કુંડારિયા ગતરોજ રાજીનામું આપ્યા બાદ આજે એક જ દિવસમાં ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે, ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિધિવત રીતે સી.આર. પાટીલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે, બપોર 12:29 ના મુર્હુતમાં સીઆર પાટીલે ત્રણેય લોકોને ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા.

Gujarat BJP : ગતરોજ 4 માર્ચ 2024 એ અંબરીશ ડેરની પાટીલ સાથે બેઠક ચાલી રહી હતી તો બીજી તરફ કોંગ્રેસે રાહુલ ગાંધીની ગુજરાત યાત્રા અંગે પ્રેસ-કોન્ફરન્સ કરી હતી, જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, અંબરીશ ડેરને 6 વર્ષ માટે કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આમ, ડેર રાજીનામું આપે એ પહેલાં જ તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. કોંગ્રેસે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યાના થોડા સમયમાં જ અંબરીશ ડેરે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યારે ગઈકાલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ આજે કમલમ ખાતે સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા,બીજી બાજુ પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પણ કેસરીયા કર્યા હતા.
Gujarat BJP : કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતા જ ઓપરેશન હાથ ધરશે

લોકસભા ચૂંટણી આવતાની સાથે જ કોંગ્રેસના ટોચના નેતાઓનું ભાજપમાં આગમન થવાનું ચાલુ થઇ ગયું છે. આજે કોંગ્રેસ છોડનારા પૂર્વ તથા વર્તમાન ધારાસભ્યોએ ભાજપનો ખેસ પહેરાવી વિધિવત રીતે ભાજપમાં જોડવામાં આવ્યા હતા. ત્યાં બીજી કેડરના કોંગ્રેસના નેતાઓ સાથે પણ ભાજપ સાથે વાટાઘાટો થઈ રહી છે. બીજી કેડરના નેતાઓને ક્યાંકને ક્યાંક સમાવવાની લાલચ આપી રહ્યા હોવાની વાતો બહાર આવી છે. કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતા જ સમગ્ર ઓપરેશન હાથ ધરી રહ્યાં છે. 7મી તારીખે મોટાપાયે ભાજપમાં જોડાવવા ઇચ્છુક લોકોને ભાજપનો ખેસ પહેરાવવાનો કાર્યક્રમ યોજવાનો હોવાનું રાજકીય સૂત્રોએ જણાવ્યું છે.
Gujarat BJP : મોઢવાડિયાએ ગઈકાલે રાજીનામું આપ્યું હતું

પોરબંદરના ધારાસભ્ય અને કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ ગઈકાલે કોંગ્રેસને રામ રામ કરી દીધા હતા. અર્જુન મોઢવાડિયાએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને મળીને ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. મોઢવાડિયાનું રાજીનામું સ્વીકારવા માટે વિધાનસભા સ્પીકર શંકર ચૌધરી થરાદનો કાર્યક્રમ ટૂંકાવીને ગાંધીનગર પહોંચ્યા હતા. આ બન્ને નેતા જ્યારે જાન્યુઆરીમાં કોંગ્રેસે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના આમંત્રણને નકાર્યું ત્યારે પાર્ટીના નિર્ણય સામે અવાજ ઉઠાવ્યો હતો. અર્જુન મોઢવાડિયા અને અંબરીશ ડેરે રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાના વિરોધ કરવા બદલ કોંગ્રેસ છોડી હોવાનું જણાવ્યું હતું.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો