GTvsCSK : ચેન્નાઈ સુપર કિંગ્સ, જે ઈજા અને આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાઓને કારણે તેના મુખ્ય બોલરોને ગુમાવી રહી છે, તે શુક્રવારે એટલે કે આજે ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. રુતુરાજ ગાયકવાડની ટીમ માટે આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેણે અત્યાર સુધી 11 મેચમાં 12 પોઈન્ટ લીધા છે. પ્લેઓફમાં ટીમનું સ્થાન હજુ સુરક્ષિત નથી.
GTvsCSK : ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની 59મી મેચ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાવાની છે. બંને ટીમો વચ્ચેની આ ટક્કર ગુજરાતના હોમ ગ્રાઉન્ડ, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ગુજરાત માટે પ્લેઓફની રેસમાં રહેવા માટે આ કરો યા મરો હરીફાઈ હશે. જ્યારે CSKની ટીમ સારા રન રેટ સાથે સારી સ્થિતિમાં છે જોકે તેની પણ હાર સાથે મુશ્કેલી વધી શકે છે.
GTvsCSK : ગુજરાતે જીતની સાથે રનરેટ પણ સુધારવી પડશે
શુભમન ગીલની કપ્તાનીવાળી ગુજરાત ટાઇટન્સ CSK સામેની મેચ જીતવા ઉપરાંત રન રેટમાં પણ સુધારો કરવાનો પ્રયાસ કરશે. કારણ કે જો તે અહીંથી 14 પોઈન્ટ મેળવે તો પણ રન રેટ સમીકરણ તેની રમતને બગાડી નાખશે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે બંને ટીમો વચ્ચે રમાનારી આ મેચ માટે પિચ કેવી રહેશે.
GTvsCSK : કેવો છે પીચનો મિજાજ ?
નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમની પીચ બોલરો માટે મદદરૂપ રહી છે. ખાસ કરીને પ્રથમ દાવમાં નવા બોલ સાથે અદભૂત બોલિંગ માટેની પીચ છે. આવી સ્થિતિમાં અહીં ટોસની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ બની જશે. આ જ કારણ છે કે અહીં બેટ્સમેનો માટે રન બનાવવાનું સરળ નથી રહ્યું. જો કે બીજી ઈનિંગમાં બેટિંગ માટે પીચ સરળ રહે છે. આ જ કારણ છે કે અહીં જે પણ ટીમ ટોસ જીતે છે તે રનનો પીછો કરવાનો નિર્ણય કરી શકે છે.
GTvsCSK : હેડ ટૂ હેડ મુકાબલો
જો IPLમાં ગુજરાત અને CSK વચ્ચેના રેકોર્ડની વાત કરીએ તો બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 6 મેચ રમાઈ છે. જેમાં CSK ત્રણ વખત અને ગુજરાતની ટીમ ત્રણ વખત જીતી છે. આવી સ્થિતિમાં આ મેચ પણ રોમાંચક બની રહેવાની આશા છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો