મે ૨૦૨૩માં 1,57,090 લાખ કરોડ રૂપિયાનું GST કલેક્શન

0
156

મે ૨૦૨૨ની સરખામણીમાં મે ૨૦૨૩માં ૧૨ ટકાનો વધારો

એપ્રિલ ૨૦૨૩ની સરખામણીમાં ઓછું, રૂપિયા 1.87 લાખ કરોડ હતું

નાણા મંત્રાલય દ્વારા મે 2023માં GST કલેક્શનના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. મે મહિનામાં કેન્દ્ર સરકારે GST દ્વારા રૂપિયા 1,57,090 લાખ કરોડની કમાણી કરી છે. જો મે 2022ના આંકડાઓની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન GST કલેક્શન 1,40,885 લાખ કરોડ રૂપિયા હતું. આ રીતે, GST સંગ્રહમાં 12 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. બીજી તરફ, ગયા મહિના સાથે GSTની સરખામણી કરીએ તો GST કલેક્શન ડેટામાં ઘટાડો થયો છે. એપ્રિલ 2023માં સરકારનું GST કલેક્શન 1.87 લાખ કરોડ રૂપિયા હતું. નાણા મંત્રાલય દ્વારા મે 2023ના GST કલેક્શનના આંકડા તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. મે 2023માં, કુલ રૂપિયા 1,57,090 લાખ કરોડમાંથી, રૂ. 28,411 કરોડ CGST તરીકે એકત્રિત કરવામાં આવ્યા છે. એપ્રિલમાં CGST રૂ. 38,400 કરોડ હતું. જ્યારે મે મહિનામાં SGST રૂ. 35,800 કરોડ હતું.