ગુજરાત સરકારની કબૂલાત, રાજ્યમાં 11451 શાળાઓ પાસે ફાયર Fire NOC જ નથી

0
156
ગુજરાત સરકારની કબૂલાત, રાજ્યમાં 11451 શાળાઓ પાસે ફાયર Fire NOC જ નથી
ગુજરાત સરકારની કબૂલાત, રાજ્યમાં 11451 શાળાઓ પાસે ફાયર Fire NOC જ નથી

Fire NOC: રાજકોટ અગ્નિકાંડ (Rajkot Fire Tragedy) કેસમાં રાજયની શાળાઓમાં ફાયર સેફ્‌ટીની સુવિધા ચકાસણી અંગે ગુજરાત હાઇકોર્ટે (Gujarat Highcourt) અગાઉ જારી કરેલા હુકમ અનુસંધાનમાં રાજય સરકાર (State Government) દ્વારા રાજયની શાળાઓમાં ફાયર સેફ્‌ટીની સ્થિતિ, ફાયર એનઓસી સહિતના મુદ્દે આંકડાકીય માહિતી સાથેનું સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં એવો ચોંકાવનારો ઘટસ્ફોટ સામે આવ્યો હતો.

ગુજરાત હાઈકોર્ટે (Gujarat High court) રાજ્ય સરકારને શાળાઓમાં ફાયર સેફટી અંગે તાપસ કરાવવા નિર્દેશો આપ્યા હતા, જેને અનુસરતા રાજ્યના શિક્ષણ વિભાગે રાજ્યભરની તમામ શાળાઓમાં ફાયર સેફ્ટી ડ્રાઈવ શરૂ કરી હતી, ત્યાર બાદ શિક્ષણ વિભાગે ગુરુવારે કોર્ટમાં અહેવાલ રજૂ કર્યો હતો.

હાઇકોર્ટમાં સુનાવણીમાં ચોંકાવનારા ખુલાસા

રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ મામલે ગુજરાત હાઈકોર્ટમાં હાથ ધરાયેલ સુનાવણી દરમિયાન રાજ્યની 55,344 શાળાઓમાંથી 11,451 શાળાઓમાં Fire NOC લેવાના બાકી હોવાની ચોંકાવનારી વિગત સામે આવી છે. સમગ્ર રાજ્યમાં માત્ર 9563 શાળા પાસે જ ફાયરની NOC છે.43,893 શાળાઓએ સેલ્ફ ડેકલકરેશન આપ્યું છે.જ્યારે 1,117 શાળાઓએ Fire NOC માટે એપ્લાય કર્યું છે અને 771 શાળાઓ ફાયર સેફટીનાં સાધનો વસાવી રહી હોવાનું સામે આવ્યું છે.

ગુજરાત સરકારની કબૂલાત, રાજ્યમાં 11451 શાળાઓ પાસે ફાયર  Fire NOC જ નથી
ગુજરાત સરકારની કબૂલાત, રાજ્યમાં 11451 શાળાઓ પાસે ફાયર Fire NOC જ નથી

વિદ્યાર્થીઓ કરી રહ્યા કે રામભરોસે અભ્યાસ

સરકારનો જવાબ ઘ્યાને લઇએ તો, આ શાળાઓમાં ફાયર સેફટીની કોઇ સુવિધા જ નથી અને આવી સ્કૂલોમાં બાળકો-વિદ્યાર્થીઓ આગ-અકસ્માતના જોખમ વચ્ચે રામભરોસે અભ્યાસ કરી રહ્યા છે.

સરકાર અને તંત્ર દ્વારા શાળાઓને ફાયર સેફ્‌ટીના સાધનો-સુવિધા અને નિયમો લાગુ કરવા 30 દિવસનો સમય આપ્યો છે.  ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદી (Pranav Trivedi) ની ખંડપીઠે સરકારનો જવાબ રેકર્ડ પર લીધો હતો. 

અહેવાલ મુજબ 55,344 પ્રી-પ્રાયમરી, પ્રાયમરી, સેકન્ડરી અને હાયર સેકન્ડરી શાળાઓમાંથી 11,451ને માન્ય ફાયર Fire NOC મેળવવાનું બાકી છે. વધુમાં, 43,893 શાળાઓએ સેલ્ફ-ડિક્લેરેશન ફાઈલ કર્યું છે, જ્યારે 9,563 શાળાઓ પસે માન્ય ફાયર એનઓસી છે.

બાકીની શાળાઓને નિયમોનું પાલન કરવાની સમયમર્યાદા આપવામાં આવી છે. સોગંદનામામાં જણાવ્યું હતું કે સરકાર 183 સરકારી શાળાઓમાં ફાયર સેફ્ટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરવા માટે પણ રોકાણ કરી રહી છે. જેમાં પાણીની ટાંકીઓ બાંધવી, ફાયર હોસીસ સ્થાપિત કરવા અને ઈલેક્ટ્રીકલ વ્યવસ્થા સુધારવાનો સમાવેશ થાય છે.

9 મીટરથી વઘુ ઉંચાઇ ધરાવતી શાળાઓ માટે Fire NOC ફરજિયાત

રાજયમાં આવેલી પ્રિ-પ્રાયમરીથી લઇ ઉચ્ચત્તર માઘ્યમિક શાળાઓમાં ફાયર સેફ્‌ટી (Fire Safety)ની સુવિધાને લઇ સરકાર અને તંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરીનો વિગતવાર અહેવાલ હાઇકોર્ટ સમક્ષ રજૂ કરાયો હતો.

આ અહેવાલમાં ચોંકાવનારી વાત સામે આવી હતી કે, રાજયની કુલ 55,344 શાળાઓમાં ફાયર સેફ્‌ટી મુદ્દે ચકાસણી હાથ ધરવામાં આવી હતી, જેમાંથી 11,451 સ્કૂલોમાં ફાયર એનઓસીની સુવિધા જ નહી હોવાનું સામે આવ્યું હતું. 43,893 જેટલી શાળાઓએ સેલ્ફ ડેકલેરેશન કર્યું હતું. જયારે માત્ર 9563 શાળાઓ પાસે જ ફાયર એનઓસી હોવાનો ઘટસ્ફોટ પણ સામે આવ્યો હતો.

વાત કરીએ ફાયર સેફ્‌ટી એકટ અને રૂલ્સની જોગવાઇની તો જોગવાઈ મુજબ, 9 મીટરથી વઘુ ઉંચાઇનું મકાન ધરાવતી શાળાઓ માટે ફાયર એનઓસી ફરજિયાત છે., તેથી હવે સ્કૂલોએ તાબડતોબ ફાયર એનઓસી મેળવવાની કવાયત હાથ ધરી છે. 

શાળાઓમાં કઇ બાબતો અગત્યની

સરકાર અને તંત્ર દ્વારા ચેકીંગ કરાયેલી શાળાઓમાં પાણીની ટાંકી, ફાયર સેફ્‌ટીના સાધનો, રેતી ભરેલી ડોલ સહિતની વ્યવસ્થા રાખવા સૂચના અપાઇ છે. આ સિવાય સ્કૂલોને જે બાબતોનું પાલન કરવા નિર્દેશ જારી કરાયા છે, તેમાં શાળાઓમાં મોટાપાયે ભીડ કે ટોળા એકત્ર થાય તેવું આયોજન કરી શકાશે નહી.

સ્કૂલોમાં અંદર કોઇપણ જવલનશીલ પદાર્થ કે પ્રવાહી રાખી શકાશે. શાળાઓ વઘુ પડતો ઇલેક્ટ્રીક લોડ વાપરી શકશે નહી. શાળાઓમાં ફાયર ઇવેક્યુએશન પ્લાન રાખવાનો રહેશે. તો 10,000 લિટરની પાણીની ટાંકી પણ રાખવાની રહેશે. ઉપરાંત, દરેક માળ પર ફાયર અગ્નિશામકના 4.5 કિલોથી 6 કિલોના બાટલા રાખવાના રહેશે. શાળાઓમાં સમયાંતરે મોકડ્રિલ અને ચેકીંગ થશે.

પ્રાઇવેટ શાળાઓમાં પણ ફાયર એનઓસી લેવાનું બાકી

લગભગ 1117 સ્કૂલોએ ફાયર એનઓસી માટે એપ્લાય કરી દીઘુ છે. તો, 771 જેટલી શાલાઓ ફાયર સેફ્‌ટીના સાધનો વસાવી રહી છે.  પ્રિ-પ્રાયમરી અને પ્રાથમિક શાળાઓની વાત કરીએ તો તપાસ કરાયેલી 43,833 શાળા પૈકી 31,987 સરકારી શાળા, 633 ગ્રાન્ટેડ શાળા અને 11,213 ખાનગી શાળા છે. તો, 11,511 સેકન્ડરી અને હાયર સેકન્ડરી શાળા પૈકી 1,403 સરકારી શાળા, 5064 ગ્રાન્ટેડ શાળા અને 5044 ખાનગી શાળા છે. પ્રાયમરી અને પ્રિ-પ્રાયમરીની કુલ 7,517 શાળા  છે, જેમાં ફાયર એનઓસી લેવાનું બાકી છે, જેમાં 2,263 સરકારી શાળા અને 5,132 ખાનગી શાળાનો સમાવેશ થાય છે. સેકન્ડરી અને હાયર સેકન્ડરી શાળાઓમાં ગ્રાન્ટેડ 1,039 શાળા અને 2,843 પ્રાઇવેટ શાળાએ ફાયર એનઓસી લેવાનું બાકી છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો