DASHA MAA: રવિવાર (4 ઓગસ્ટ)ના રોજ અમાસ છે અને દિવસાનો તહેવાર છે. તેની સાથે જ મા દશમા ના વ્રતનો પ્રારંભ કરવામાં આવે છે. ત્યારે મહિલાઓ અને શ્રધ્ધાળુઓ માતાજીની મૂર્તિની ઘરે સ્થાપના કરી 10 દિવસ શ્રધ્ધાપૂર્વક પૂજા અર્ચના કરી ભક્તિ ભાવ સભર ઉપવાસ કરી વ્રત કરી ધન્યતા અનુભવશે. દશામા ની મૂર્તિ ખરીદવા મહિલાઓની બજારમાં ભીડ જોવા મળી રહે છે.
DASHA MAA: મા ભક્તોને આપશે આશીર્વાદ
શ્રધ્ધાળુઓ 10 દિવસ સુધી માતાજીની મૂર્તિની પૂજા અર્ચના,નૈવેધ આરતી કરી ભક્તિભાવ સભર ઉપવાસ કરી વ્રત કરશે.જેની તૈયારીઓમાં માતાજીની પૂજા માટે પુજાપો,ચુંદડી,શણગાર વગેરે ખરીદી કરી શ્રધ્ધાપૂર્વક પોતાના ઘરે માતાજીની સ્થાપના કરી દશમા ના ગુણગાન સાથે પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવશે.
પાવનકારી દિવસોમાં વ્રતની ઉજવણી
આ દિવસોમાં ઘરે, શેરીઓમાં તેમજ ગલીઓમાં દશામાની મૂર્તિ કે સાંઢણીનુ વિધિવત સ્થાપન કરવામાં આવે છે. દશ દિવસ સુધી દશામાંનુ ખાસ પૂજન અર્ચન સત્સંગ, આરતી કીર્તન અને પ્રસાદનુ વિતરણ કરવામાં આવે છે. અને બટુક ભોજન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, વ્રતધારી મહિલાઓ દરરોજ ઉપવાસ કરી પુજન કરી અર્ચન કરે છે. અંતમાં વ્રતધારી પરિવારો દ્વારા દશામાંની મૂર્તિનુ કુંડ-નદી-દરિયામાં વિસર્જન કરવામાં આવે છે. અને વ્રતની પૂર્ણાહુતી કરવામાં આવે છે.
આ વ્રતના દિવસ શ્રદ્ધાળુઓ દશામાની મૂર્તિને વાજતેગાજતે ઘરે લાવે છે, પરંતુ કોરોનાની મહામારીના કારણે છેલ્લા બે વર્ષે સાદાઇથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે લોકો આ પાવનકારી દિવસોમાં વ્રતની ઉજવણી કરી ધન્યતા અનુભવશે.
દશામા વ્રતના નિયમો
દશામા (DASHA MAA) વ્રતનો પ્રારંભ રવિવારથી થવા જઈ રહ્યો છે, ત્યારે આ વ્રત દરમિયાન કઠિન નિયમોનું પાલન કરવાનું હોય છે. 10 દિવસ સવાર-સાંજ નિયમિત રીતે દશામાની આરતી તેમજ કથાનું વાંચન કરવાનુ હોય છે. વ્રતના દિવસો દરમિયાન ઘરમાં ગૃહક્લેશ થવો ન જોઈએ તેમજ શાંતિનું વાતાવરણ રહેવુ જોઈએ. આવા વાતાવરણમાં થતા દશામા માતાના વ્રતનું ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે તેવી માન્યતા પ્રચલિત છે.
દશામાના ભક્તોમાં દર વર્ષે વધારો જોવા મળતા દશામા માતાની પ્રતિમાની માંગમાં પણ વધારો થતો હોય છે. બજારોમાં 1 ફૂટથી લઇ 5, 6 ફૂટની અને રૂ. 150થી લઇ 5 હજાર સુધીની વિવિધ કદ અને શણગારની મનમોહક મૂર્તિઓ મળી રહે છે.વેપારીઓના જણાવ્યા અનુસાર, પ્રતિમાની કિંમતમાં પણ 5થી 7 ટકાનો ભાવ વધારો થયો છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો