ચોમાસા ની વિદાય વચ્ચે આ રાજ્યો માટે ખુશખબર, આગામી પાંચ દિવસ પડશે ભારે વરસાદ

0
175
વરસાદ
વરસાદ

હવામાન વિભાગે આગામી કેટલાક દિવસ સુધી ઘણા રાજ્યોમાં ભારે વરસાદ ની ચેતવણી જાહેર કરી છે. સાથે તે પણ જણાવ્યું કે દક્ષિણી મહારાષ્ટ્ર અને તેની આસપાસના વિસ્તારો ઓછા દબાવનું ક્ષેત્ર બની ગયું છે. તો ગંગીય પશ્ચિમ બંગાળ અને ઝારખંડના વિસ્તારમાં પણ એક લો પ્રેશર એરિયા એટલે કે ઓછા દબાણવાળું ક્ષેત્ર બનેલું છે, જેના કારણે ભારે વરસાદ ની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગામી બે-ત્રણ દિવસમાં જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમી ઉત્તર પ્રદેશ અને પશ્ચિમી મધ્ય પ્રદેશના કેટલાક વિસ્તાર અને રાજસ્થાન તથા ગુજરાતના કેટલાક એરિયામાં ચોમાસાની વાપસી થશે. વરસાદ પડી શકે છે,

વિવિધ રાજ્યોમાંથી ચોમાસાની થઈ રહેલી વિદાય વચ્ચે હવામાન વિભાગે ખુશખબર આપતા જણાવ્યું કે પૂર્વી ભારતના હિમાયલી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઝારખંડ, ઓડિશામાં એકથી ચાર ઓક્ટોબર ભારે વરસાદ થશે. આ સિવાય ગંગાના પશ્ચિમ બંગાળ વિસ્તાર, બિહારમાં પણ એકથી પાંચ ઓક્ટોબર મૂશળધાર વરસાદ થશે. અંડમાન અને નિકોબાર દ્વીપમાં એક, ચાર અને પાંચ ઓક્ટોબરે ભારે વરસાદ પડશે. 

નોર્થઈસ્ટ ઈન્ડિયાની વાત કરીએ તો અસમ, મેઘાલયમાં એકથી પાંચ ઓક્ટોબર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં એક, ત્રણ અને ચાર ઓક્ટોબર, અરૂણાચલમાં ત્રણ અને ચાર ઓક્ટોબરે ભારે વરસાદ પડી શકે છે. પશ્ચિમી ભારત રાજ્યોની વાત કરીએ તો કોંકણ, ગોવા, સાઉથ મધ્ય મહારાષ્ટ્રમાં એક ઓક્ટોબરે વરસાદની સંભાવના છે. 

સેન્ટ્રલ ઈન્ડિયાની વાત કરીએ તો છત્તીસગઢમાં એકથી ત્રણ ઓક્ટોબર, પૂર્વી મધ્ય પ્રદેશમાં એક અને બે ઓક્ટોબરે સારો વરસાદ થશે. દક્ષિણ ભારતના રાજ્યોને લઈને હવામાન વિભાગે કહ્યું કે તમિલનાડુ, કર્ણાટકમાં એક ઓક્ટોબર, કેરલ અને માહેમાં એક અને બે ઓક્ટોબરે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 