Home Main આ વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ; અંબાજીમાં ધબધબાટી; બજારોમાં સન્નાટો

આ વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ; અંબાજીમાં ધબધબાટી; બજારોમાં સન્નાટો

0
707
વરસાદ
વરસાદ

ગુજરાત માં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત ના જિલ્લા મા બપોર બાદ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર તો ઉત્તર ગુજરાત માં બનાસકાંઠા, પંચમહાલ અને અરવલ્લી જિલ્લા માં વરસાદ વરસ્યો છે. ભાવનગર શહેર અને જિલ્લા માં પંથકમાં પણ વરસાદી માહોલ છવાયો છે. શહેરના દેસાઈનગર, વિદ્યાનગર, વિઠ્ઠલવાડી, કાળાનાળા, ભીડભંજન સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. વરસાદ થતાં રસ્તા પર પાણી ફરી વળ્યાં છે. 

ગુજરાત ના અમરેલી, ભાવનગર, અરવલ્લી, અંબાજી, તાપી અને પંચમહાલમાં વરસાદ વરસ્યો. અમરેલી જિલ્લાના રાજુલા, બગસરા, ધારી અને જાફરાબાદ તાલુકામાં મેઘરાજા મહેરબાન થયા. વરસાદ વરસતા ભાદરવાના તાપથી લોકોને રાહત મળી છે. ભાવનગર શહેરના દેસાઈનગર, વિદ્યાનગર, વિઠ્ઠલવાડી, કાળાનાળા અને ભીડભંજન સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો. 

માત્ર 20 મિનિટ વરસાદ વરસતા ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા…કુંભારવાડાના અક્ષરપાર્ક વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. જેસર તાલુકામાં વરસાદથી રસ્તા પરથી પાણી વહ્યું. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી. સારા વરસાદથી ખેડૂતોના પાકને જીવતદાન મળશે. તાપી જિલ્લાના વ્યારા, વાલોડ, સોનગઢ અને ડોલવણમાં ધોધમાર વરસાદ વરસ્યો. પંચમહાલના ઘોઘમ્બા, કાલોલ અને મોરવાહડફમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો. ગાજવીજ સાથે વરસાદનું આગમન થતાં વાતાવરણ ઠંડુ થયું. અરવલ્લીના બાયડમાં બે કલાકમાં ભારે વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદથી ખેતરમાં નદી વહેતી થઈ. બાયડની વારાશી નદીમાં ઘોડાપૂર આવતા વારેણાથી બોરમઠના કોઝ-વે પર પાણી ફરી વળ્યા.

અમરેલીના ધારીના ચલાલા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ચલાલા, ગોપાલગ્રામ, દહીંડા, વાવડી, પાદરગઢમાં પણ વરસાદ પડ્યો છે. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આ સિવાય અમેરલીના જાફરાબાદ અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. જાફરાબાદ, નાગેશ્રી, મીઠાપુર, લોર, હેમાળ, માણસા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. વરસાદ થતાં રસ્તા પર પાણી ફરી વળ્યાં છે. અરવલ્લીના ધનસુરાના ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. વડાગામ, નવલપુર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. અમદાવાદને જોડતા રાજ્ય ધોરીમાર્ગ પર પાણી ભરાયા છે. ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

અંબાજી પંથકમાં ભારે વરસાદ શરૂ થયો છે. બજારોમાં પાણીની નદીઓ ચાલી રહી છે. ભાદરવી પૂનમના મેળાનો પ્રથમ દિવસ ભીંજાયો છે. મેળો હોવા છતાં અંબાજીના બજારોમાં સન્નાટો જોવા મળી રહ્યો છે. વરસાદના પગલે બજારોમાં સન્નાટો છવાયો છે. અંબાજીના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હોવાની પણ ફરિયાદો ઉઠી છે. યાત્રિકોએ વોટરપ્રૂફ સમીયાણાનો લાભ લીધો છે. વરસાદના પગલે વેપારીઓને વેપારમાં ભારે અસર જોવા મળી રહ્યો છે.

ભાદરવી પૂનમના મેળાની આજથી શરૂઆત થઈ છે. મેળાના પહેલા જ દિવસે અંબાજીમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદની આગાહી વચ્ચે અંબાજીમાં સ્થિતિ વણસી છે. એકબાજુ ભાદરવી પૂનમના મેળાના પહેલા જ દિવસે ભક્તોનું ઘોડાપૂર આવી પહોંચ્યું. ત્યારે મેઘરાજાએ ધબધબાટી બોલાવતા માઇભક્તોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. અંબાજી શહેરની બજારોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા હતા. ત્યારે રસ્તાઓ પર નદીઓ જેવો માહોલ સર્જાયો હતો. ભારે વરસાદને કારણે મેળો હોવા છતાં બજારમાં સન્નાટો જોવા મળ્યો હતો. શહેરના અનેક નીચાણવાળા વિસ્તા

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે