થાઈલેન્ડના પ્રવાસે જવા માંગતા ભારતીય પ્રવાસીઓ માટે ફાયદાના સમાચાર

1
65
થાઈલેન્ડના પ્રવાસે જવા માંગતા ભારતીય પ્રવાસીઓ માટે ફાયદાના સમાચાર
થાઈલેન્ડના પ્રવાસે જવા માંગતા ભારતીય પ્રવાસીઓ માટે ફાયદાના સમાચાર

થાઈલેન્ડના પ્રવાસે જવાનું આયોજન કરતા પ્રવાસીઓ માટે આનંદના સમાચાર થાઈલેન્ડ સરકારે આપ્યા છે . ભારત અને તાઇવાનના નાગરિકો માટે આગામી 6 મહિના વિઝા મુક્ત પ્રવેશ લંબાવ્યો છે. મળતી માહિતી પ્રમાણે ભારતીય નાગરિકોનું પ્રિય સ્થળ થાઈલેન્ડ છે અને મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો થાઈલેન્ડ પ્રવાસે પહોંચતા હોય છે અને થાઈલેન્ડનું અર્થતંત્ર પણ વિદેશી પ્રવાસીઓની મુલાકાત પર મોટે ભાગે નિર્ભર છે. જેમાં તાઈવાન અને ભારતના નાગરિકો થાઈલેન્ડ રજાઓ ગાળવા અને ફરવા માટે પહોંચતા હોય છે . થાઈલેન્ડ સરકારે પર્યટનને વેગ આપThailand,વાના પ્રયાસરૂપે 10મી નવેમ્બર2023થી 10મી મે 2024 છ મહિના ભારત અને તાઈવાનના પ્રવાસીઓ માટે વિઝાની આવશ્યકતાઓ પરનો નિયમ હંગામી ધોરણે છ મહિના માટે દૂર કર્યો છે. મળતી માહિતી પ્રમાણે આ થાઈલેન્ડના પ્રવક્તા ચાઈ વાચારોનકે જણાવ્યું કે ભારત અને તાઈવાનથી આવનારા પ્રવાસીઓને 30 દિવસ સુધી થાઈલેન્ડમાં પ્રવેશવા પર વિઝા મુક્ત પોલીસી જાહેર કરી છે જેનાથી થાઈલેન્ડ સરકારને આશા છે કે પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન મળશે .

2 2

થાઈલેન્ડના પ્રવાસન ઉદ્યોગ અંગે સરકારના ડેટા પ્રમાણે થાઈલેન્ડમાં જાન્યુઆરી અને ઓક્ટોબર 29 વચ્ચે 22 મિલિયન મુલાકાતીઓનું સ્વાગત કરવામાં આવ્યું છે. જેના પરિણામે 927.5બિલિયન થાઈલેન્ડ કરન્સી બાહત એટલેકે 25.67 બીલીયાન યુએસ ડોલર જેટલી અંદાજે આવક થઇ છે. થાઈલેન્ડના વડા પ્રધાને પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ભારત અને તાઈવાનના પ્રવાસીઓ આ વર્ષે 10 નવેમ્બર થી મે સુધી વિઝા મુક્ત પ્રવાસ થાઈલેન્ડમાં કરી શકશે. અને આ નિર્ણય પ્રવાસને વેગ આપવાના ઉદ્દેશ સાથે કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. થાઈલેન્ડ ટુરીઝમ ઓથોરીટીના તાજેતરના ડેટા અનુસાર મલેશિયામાં આવતા પ્રવાસીઓ આ વર્ષે પ્રમાણ સૌથી વધુ જોવા મળ્યું . જેમાં 3 મિલિયનથી વધુ પ્રવાસીઓ મલેશિયાથી થાઈલેન્ડ પહોંચ્યા હતા. ત્યાર પછી ચાઇનીઝ પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો અને ઓક્ટોબર સુધીમાં 2.65 મિલિયન પ્રવાસીઓના આગમન સાથે કોવીડ મહામારી બાદ ચીનના નાગરિકો થાઈલેન્ડ પહોંચ્યા હતા. આપને જણાવી દઈએ કે થાઈલેન્ડના પાટનગર બેંગકોક અને નવી દિલ્હી વચ્ચે ચારથી પાંચ કલાકનો સમય લાગે છે. જે ભારતીયો હવાઈ મુસાફરી કરીને થાઈલેન્ડના બેંગકોક શહેરમાં જવા માંગતા હોય તેઓ અંદાજે દસ હજાર થી 15 હજાર રૂપિયા ભાડું ખર્ચીને જઈ શકે છે

3

થાઈલેન્ડના બીચ વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષે છે. અને ખાસ કરીને વિદેશ પ્રવાસે જતા ભારતીયો માટે થાઈલેન્ડથી સુંદર બીચ નજીકમાં બીજા કોઈ નથી .

1 COMMENT

Comments are closed.