દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ઇડી સમક્ષ હાજર નહિ થાય

1
49
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ઇડી સમક્ષ હાજર નહિ થાય
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ઇડી સમક્ષ હાજર નહિ થાય

દિલ્હીના લીકર પોલીસી કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલને EDની નોટીસ આપવામાં આવી હતી અને આજે 2 નવેમ્બરે ED સમક્ષ હાજર થવાનું હતું. પરંતુ સીએમ કેજરીવાલે EDને જવાબ આપ્યો છે અને રાજકીય પ્રેરિત હોવાનું ગણાવ્યું. સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે હું ચાર રાજ્યોની ચૂંટણીનો પ્રચાર અને પ્રવાસ ન કરી શકુ તે માટે આ રાજકીય કાવતરું છે. અને હું ED સમક્ષ હાજર થવાનો નથી. મળતી માહિતી પ્રમાણે અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન મધ્ય પ્રદેશના સિંગરોલીમાં એક રોડ શો કરશે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે EDએ આપેલી નોટીસ ગેરકાયદેસર છે. અને તપાસ એજન્સીએ આ નોટીસ તાત્કાલિક પાછી ખેચવી જોઈએ . અરવિંદ કેજરીવાલે EDને એક પત્ર પણ લખ્યો છે અને આક્ષેપો કર્યા હતા.

F96BL0EbMAAfaB4

દિલ્હીના લીકર પોલીસી કૌભાંડમાં અત્યાર સુધીમાં જે EDએ તપાસ કરી છે તેમાં આમ આદમી પાર્ટીના નેતાઓ સામે કાર્યવાહી થઇ છે. જેમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા , આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ સહિતના નેતાઓ જેલની હવા ખાઈ રહ્યા છે. ત્યારે આજે વહેલી સવારે મની લોન્ડરિંગ કેસમાં આદમી પાર્ટીના નેતા અને દિલ્હી સરકારના કેબિનેટ મંત્રી રાજ કુમાર આનંદના ઘર પર દરોડા પડ્યા હતા. આમ આદમી પાર્ટીના નેતાઓને એ પણ ડર છે કે લોકસભા ૨૦૨૪ની ચૂંટણી પહેલા વિપક્ષના ઘણા ટોચના નેતાઓની ધરપકડ કરવામાં આવશે .તેવી આશંકા વ્યક્ત કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીના નેતા અને સાંસદ રાધવ ચઢ્ઢાએ કહ્યું કે ઇડી દ્વારા નોંધવામાં આવેલા તમામ કેસમાં લગભગ 95 ટકા કેસ વિપક્ષના નેતાઓ પર છે . રાઘવ ચઢ્ઢાએ દાવો કર્યો હતો કે ભાજપ ઇન્ડિયા ગઠબંધનથી ડરી ગયું છે અને ઇડી , સીબીઆઈનો દુરુપયોગ કરીને વિપક્ષી દળોને નિશાન બનાવી રહ્યો છે.

F96BNoFbUAEvcD4

દિલ્હીના લીકર કૌભાંડમાં EDએ દાખલ કરેલા કેસની ચાર્જશીટમાં અરવિંદ કેજરીવાલના નામનો ઘણી વાર ઉલ્લેખ છે . અને આરોપીઓએ દિલ્હી એક્સાઈઝ પોલીસી 2021-22ની રચના અને અમલીકરણ અંગે આમ આદમી પાર્ટીના નેતાના સંપર્કમાં હતા. ત્યાર બાદ આ એક્સાઈઝ પોલીસી રદ કરવામાં આવી હતી. આ પહેલા સી.બી.આઈ.એ એપ્રિલ મહિનામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે બોલાવ્યા હતા. આપને જણાવી દઈએ કે અત્યાર સુધીના આમ આદમી પાર્ટીના ત્રણ નેતાઓ જેલમાં જઈ ચુક્યા છે. જેમાં દિલ્હીના ડેપ્યુટી CM મનીષસિસોદિયા , નેતા સંજય સિંહ હાલ જેલમાં બંધ છે અને સત્ય્રેન્દ્ર જૈન જામીન ઉપર બહાર છે. તમામ વિપક્ષી નેતાઓ તરફથી હાલ અલગ અલગ નિવેદનો પણ આવી રહ્યા છે ત્યારે દિલ્હી સરકારના મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજનું નિવેદન સામે આવ્યું છે. તેમને પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર આમ આદમી પાર્ટીને ખતમ કરવાના કાવતરા રચી રહી છે. અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કેન્દ્રની ભાજપ સરકાર જેલમાં મોકલવાનું વિચારી રહી છે . હવે સમય આવી ગયો છે. કેન્દ્ર સરકાર ફર્જી કેસ બનાવે છે અને અમારી પાર્ટીના નેતાઓને ફસાવી રહી છે.


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.

1 COMMENT

Comments are closed.