Home Main કચ્છનું ધોરડો બન્યું શ્રેષ્ઠ પ્રવાસન ગામ, 1000થી ઓછી છે આ ગામની વસ્તી,...

કચ્છનું ધોરડો બન્યું શ્રેષ્ઠ પ્રવાસન ગામ, 1000થી ઓછી છે આ ગામની વસ્તી, જાણો કારણો

0
1091
ધોરડો
ધોરડો

ધોરડો ને “શ્રેષ્ઠ પ્રવાસન ગામ” તરીકે મળ્યું સન્માન… UN-WTO દ્વારા ધોરડોને શ્રેષ્ઠ પ્રવાસન ગામનો એવોર્ડ અપાયો  છે ગુજરાતમાં રણ ઉત્સવ 2023નું આયોજન કરતા પહેલાં, યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન (UNWTO) એ કચ્છ જિલ્લાના ધોરડોને શ્રેષ્ઠ પ્રવાસન ગામ તરીકે પસંદ કર્યું છે. સંસ્થાએ વિશ્વભરના 54 ગામડાઓમાં ધોરડોનો સમાવેશ કર્યો છે. અહીં દરેક રન ઉત્સવનું આયોજન કરવામાં આવે છે.

ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા ધોરડો ગામને વિશ્વ પ્રવાસન સંસ્થા દ્વારા 54 બેસ્ટ ટુરિઝમ વિલેજની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. ધોરડોએ G20 ની ભારતની અધ્યક્ષતા હેઠળ પ્રભાવશાળી જૂથની પ્રથમ પ્રવાસન કાર્યકારી જૂથની બેઠકનું આયોજન કર્યું હતું. વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન (UNWTO) એ તેના ઉત્કૃષ્ટ પ્રવાસન ગામોની 2023ની યાદી જાહેર કરી છે. વર્લ્ડ ઓર્ગેનાઈઝેશને તેની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે આ સન્માન એવા ગામોને આપવામાં આવે છે જે ગ્રામીણ વિસ્તારોના વિકાસ અને લેન્ડસ્કેપ્સ, સાંસ્કૃતિક વિવિધતા, સ્થાનિક મૂલ્યો અને ખાદ્ય પરંપરાઓના જાળવણીમાં અગ્રેસર છે. 2011ની વસ્તી ગણતરી મુજબ ધોરડો ગામની વસ્તી આશરે 600 લોકોની છે.

ગામડાઓમાં પ્રવાસનને પ્રોત્સાહન 
વિશ્વ સંગઠને નિવેદનમાં કહ્યું છે કે 2021માં શરૂ કરવામાં આવેલી આ પહેલ UNWTOના ગ્રામીણ વિકાસ પ્રવાસન કાર્યક્રમનો એક ભાગ છે. આ કાર્યક્રમ ગ્રામીણ વિસ્તારોમાં વિકાસ અને સમાવેશને પ્રોત્સાહન આપવા, વસ્તીમાં ઘટાડા સામે લડવા એડવાન્સ ઈનોવેશનને પ્રોત્સાહન આપવા અને પર્યટન દ્વારા મૂલ્ય સાંકળ એકીકરણ અને ટકાઉ પ્રક્રિયાઓને પ્રોત્સાહિત કરવા માટે કામ કરે છે. મેડ્રિડ સ્થિત સંસ્થાએ જણાવ્યું હતું કે, એવોર્ડની ત્રીજી આવૃત્તિમાં લગભગ 260 અરજીઓમાંથી તમામ પ્રદેશોમાંથી 54 ગામોની પસંદગી કરવામાં આવી છે. નિવેદન અનુસાર, ધોરડો સિવાય જે ગામોને આ યાદીમાં સ્થાન મળ્યું છે તેમાં ચિલીના બેરાંકાસ, જાપાનમાં બેય, સ્પેનમાં કાન્તાવેજા, ઇજિપ્તમાં દશૂર, કોરિયાના રિપબ્લિકમાં ડોંગબીક, લેબનોનનું ડુમા, પોર્ટુગલના એરિકેરાનો સમાવેશ થાય છે અને કોલંબિયામાં ફિલેન્ડિયાનો સમાવેશ થાય છે.

6 17

પીયૂષ ગોયલે કહ્યું, ટ્રીપ બુક કરો ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા ધોરડોને શ્રેષ્ઠ પ્રવાસન ગામ તરીકે પસંદ કરવામાં આવતા કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે Tweet કરીને પૂછ્યું કે, તમે ધોરડોની તમારી ટ્રીપ ક્યારે બુક કરી રહ્યા છો? ગુજરાતના કચ્છના આ ગામને શ્રેષ્ઠ પ્રવાસન ગામનો ટેગ મળ્યો છે. અહીં ટેન્ટ સિટી ખાતે આ વર્ષે 10મી નવેમ્બરથી શરૂ થતાં રણ ઉત્સવના વાર્ષિક સાંસ્કૃતિક ઉત્સવનો અનુભવ કરવાની તક ચૂકશો નહીં. થોડા દિવસો પહેલા પીએમ મોદીએ બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનને પણ ફરી કચ્છના રણની મુલાકાત લેવા કહ્યું હતું. પીએમ મોદીએ પણ પોતાના Tweetમાં લખ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની તમારી મુલાકાત પણ બાકી છે. 

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે