Home State Gujarat Gondal Oil Mill Horror: ગોંડલમાં કાળમુખો અકસ્માત, ઓઈલ મિલમાં ખોળ સાફ કરતી...

Gondal Oil Mill Horror: ગોંડલમાં કાળમુખો અકસ્માત, ઓઈલ મિલમાં ખોળ સાફ કરતી વખતે મશીનમાં કપડાં ભરાતા ૫૫ વર્ષીય મહિલા શ્રમિકનું કરુણ મોત, સમગ્ર ઘટના CCTVમાં કેદ

0
85
Gondal Oil Mill Horror
Gondal Oil Mill Horror

Gondal Oil Mill Horror: રાજકોટ જિલ્લાના ગોંડલ-ગુંદાળા રોડ પર આવેલી ‘અવની ઓઈલ મિલ’માં આજે વહેલી સવારે એક અત્યંત હૃદયદ્રાવક અને દર્દનાક અકસ્માત સર્જાયો છે. મિલમાં ફરજ બજાવી રહેલા ૫૫ વર્ષીય મહિલા શ્રમિક શારદાબેન લક્ષ્મણભાઈ ખાંટનું ચાલુ મશીનમાં કપડું આવી જતાં અને સેકન્ડોમાં જ અંદર ખેંચાઈ જતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. રોજીરોટીની તલાશમાં વતન છોડીને આવેલા શ્રમિક પરિવારના મોભીનું કામે લાગ્યાના બીજા જ દિવસે મૃત્યુ થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ સમગ્ર ભયાનક અકસ્માત મિલમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થયો છે.

Gondal Oil Mill Horror

Gondal Oil Mill Horror: કામે લાગ્યાના બીજા જ દિવસે કાળનો કોળિયો બન્યા

મળતી વિગતો મુજબ, મૂળ પંચમહાલ જિલ્લાના ગોલણપુર ગામના વતની શારદાબેન ખાંટ તાજેતરમાં જ પોતાના પરિવાર સાથે રોજગારી મેળવવા ગોંડલ આવ્યા હતા. મૃતક શારદાબેન, તેમનો દીકરો અને ભત્રીજો—આ ત્રણેય સભ્યોને ગઈકાલે સાંજે જ આ અવની ઓઈલ મિલમાં મજૂરી કામ માટે રાખવામાં આવ્યા હતા અને તેઓ મિલ પરિસરમાં આવેલી ઓરડીમાં જ રોકાયા હતા. હજુ તો મિલમાં તેમની નોકરીનો બીજો જ દિવસ હતો, ત્યાં વહેલી સવારે આ કાળમુખી ઘટના ઘટી હતી.

Gondal Oil Mill Horror

Gondal Oil Mill Horror: મશીનમાં ખોળ સાફ કરવા જતાં સેકન્ડોમાં અંદર ખેંચાઈ ગયા

નિયમ મુજબ આજે વહેલી સવારે ૦૭:૦૦ વાગ્યે શારદાબેન મિલમાં પોતાની ફરજ પર હાજર થયા હતા. કાર્યકાળ દરમિયાન સવારે આશરે ૦૭:૩૦ કલાકે ઓઈલ મિલના મશીનમાં અચાનક ખોળ (કપાસિયા કે સિંગનો કચરો) અટવાઈ ગયો હતો. મશીન જામ ન થાય તે માટે શારદાબેન તે ખોળને હાથથી ધક્કો મારીને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

ભયાનક ક્ષણ: આ દરમિયાન અણધારી આફત આવી અને તેમનું વસ્ત્ર મશીનના સ્પીડમાં ફરતા ભાગમાં વીંટળાઈ ગયું હતું. સીસીટીવી ફૂટેજ અનુસાર, કપડું ભરાતાની સાથે જ તેઓ ક્ષણભરમાં જ મશીનની અંદર ખેંચાઈ ગયા હતા અને ચગદાઈ ગયા હતા.

Gondal Oil Mill Horror

Gondal Oil Mill Horror: ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કઢાયો

અકસ્માત એટલો જોરદાર હતો કે મહિલાનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું. ઘટનાને પગલે મિલના અન્ય કર્મચારીઓમાં ભારે નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી. તુરંત જ મશીન બંધ કરીને ફેક્ટરીના સંચાલકો અને શ્રમિકોએ ભારે જહેમત બાદ મશીનના સ્પેરપાર્ટ્સ ખોલ્યા હતા અને મહિલાના ક્ષત-વિક્ષત દેહને બહાર કાઢ્યો હતો.

Gondal Oil Mill Horror: પોલીસે ઘટનાસ્થળે CCTV ફૂટેજ કબજે કર્યા

આ અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ગોંડલ પોલીસનો કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સની મદદથી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ગોંડલની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે ઘટનાસ્થળની પ્રાથમિક તપાસ પૂર્ણ કરી મિલના સીસીટીવી ફૂટેજ પોતાના કબજામાં લીધા છે અને અકસ્માત પાછળ મિલ પ્રશાસનની કોઈ બેદરકારી છે કે કેમ તે દિશામાં આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

 રાજકોટમાં ભારે ખળભળાટ, બાળ સંરક્ષણ ગૃહમાંથી કાયદાના સંઘર્ષમાં આવેલા 11 કિશોરો ફરાર, પોલીસ તંત્ર દોડતું થયું

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે