Godhra SOG Raid: ગોધરામાં પ્રતિબંધિત ‘ગ્લુ ટ્રેપ’ વેચતા વેપારીઓ પર SOGનો સપાટો, 336 નંગ ગુંદરવાળી જાળ સાથે 3 ઝડપાયા, BNS હેઠળ ગુનો દાખલ

0
89
Godhra SOG Raid
Godhra SOG Raid

Godhra SOG Raid: પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં પ્રતિબંધિત “ગ્લુ ટ્રેપ” એટલે કે ઉંદર પકડવાની ગુંદરવાળી જાળ (ગ્લુ બોર્ડ)નું ગેરકાયદેસર વેચાણ કરતા તત્વો સામે એસ.ઓ.જી (SOG) પોલીસે લાલ આંખ કરી છે. જિલ્લામાં આ ગ્લુ બોર્ડના વેચાણ પર સત્તાવાર પ્રતિબંધ હોવા છતાં, કાયદાનું ઉલ્લંઘન કરીને તેનું વેચાણ કરતા ૩ વેપારીઓને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા છે.

Godhra SOG Raid

Godhra SOG Raid: બાતમીના આધારે સરપ્રાઈઝ ચેકિંગ: ₹41,200નો મુદ્દામાલ જપ્ત

ગોધરા એસ.ઓ.જી. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે શહેરની કેટલીક દુકાનોમાં પ્રતિબંધિત ગ્લુ બોર્ડનું છૂપી રીતે વેચાણ થઈ રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે અલગ-અલગ દુકાનોમાં ઓચિંતું ચેકિંગ હાથ ધર્યું હતું.

  • મોટી માત્રામાં જથ્થો મળ્યો: દરોડા દરમિયાન વિવિધ દુકાનોમાંથી પ્રતિબંધિત ગ્લુ બોર્ડના કુલ ૩૩૬ નંગ મળી આવ્યા હતા, જેને પોલીસે કબ્જે કર્યા છે.
  • કિંમત: પકડાયેલા આ તમામ ગ્લુ બોર્ડની કુલ કિંમત રૂપિયા 41,200 આંકવામાં આવી છે.

જાહેરનામાના ભંગ બદલ ત્રણેય વેપારીઓ સામે ગોધરા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ૩ અલગ-અલગ ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે.

Godhra SOG Raid: શા માટે ‘ગ્લુ ટ્રેપ’ પર પ્રતિબંધ છે?

ઉંદરો કે અન્ય નાના જીવોને પકડવા માટે વપરાતી આ ગુંદરવાળી જાળ અત્યંત ઘાતક અને ક્રૂર માનવામાં આવે છે. આ ટ્રેપમાં ફસાયા બાદ નિર્દોષ જીવ અતિશય પીડા સાથે, તરફડીને ભૂખ-તરસના કારણે કલાકો સુધી રીબાઈને મૃત્યુ પામે છે.

પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા નિવારણ અધિનિયમ અંતર્ગત આ પદ્ધતિ ગેરકાયદેસર છે. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને ગોધરામાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ ગ્લુ બોર્ડના વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ ફરમાવતું સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જેના ભંગ બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે.

Godhra SOG Raid: નવા કાયદા (BNS) ની કલમ હેઠળ ગુનો દાખલ

સરકારી સત્તાવાળાઓ અથવા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો અનાદર કરવા બદલ પોલીસે કડક વલણ અપનાવ્યું છે. પકડાયેલા ત્રણેય વેપારીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 223 હેઠળ ગુનો નોંધીને એ ડિવિઝન પોલીસે આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ કાર્યવાહીના પગલે કાયદાનું ઉલ્લંઘન કરતા અન્ય વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

બેંક ઓફ બરોડામાં રૂ. 8.70 કરોડની મહાચોરી, RBIની તિજોરી સાફ કરનાર કસ્ટોડિયન ઝડપાયો, ચોરીના પૈસાથી ખરીદ્યો આલીશાન બંગલો અને દુકાન