HomeGujaratGlobal First: રાજકોટ બન્યું દુનિયાનું પ્રથમ '15 મિનિટ યોગ સિટી', આવતીકાલથી 426...

Global First: રાજકોટ બન્યું દુનિયાનું પ્રથમ ’15 મિનિટ યોગ સિટી’, આવતીકાલથી 426 સેન્ટરો પર મફત ટ્રેનિંગ શરૂ

Global First: રંગીલું રાજકોટ હવે વૈશ્વિક ફલક પર એક નવો ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. ૨૧ જૂન – આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પાવન અવસરે રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા રાજકોટને વિશ્વનું સૌપ્રથમ ’15 મિનિટ યોગ સિટી’ જાહેર કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત રાજકોટના નાગરિકોને તેમના ઘરની તદ્દન નજીક જ મફત યોગ તાલીમ મળી રહેશે. આ માટે મહાનગરપાલિકા દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સાથે વિશેષ MoU (સમજૂતી કરાર) કરવામાં આવ્યા છે.

Global First

Global First: શું છે ’15 મિનિટ યોગ સિટી’ કન્સેપ્ટ?

આ પ્રોજેક્ટની સૌથી મોટી ખાસિયત એ છે કે રાજકોટ શહેરમાં રહેતો કોઈપણ નાગરિક ગમે તે વિસ્તારમાં હશે, તે પોતાના ઘર કે લોકેશનથી માત્ર ૧૫ મિનિટ ચાલીને અથવા વાહન દ્વારા નજીકના યોગ સેન્ટર પર પહોંચી શકશે. શહેરીજનોની ફિટનેસ જાળવવા અને તેમની જીવનશૈલીમાં સકારાત્મક બદલાવ લાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કુલ ૪૨૬ યોગ ટ્રેનિંગ સેન્ટરો શરૂ કરવામાં આવી રહ્યા છે, જ્યાં દરરોજ સવારે ૭ થી ૮ વાગ્યા સુધી નિઃશુલ્ક યોગાભ્યાસ કરાવાશે.

Global First: વડાપ્રધાનના ભગીરથ પ્રયાસોમાં ખિસકોલી ન્યાય: મેયર ડૉ. નેહલ શુક્લ

રાજકોટના મેયર ડૉ. નેહલ શુક્લે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૧ જૂનને વિશ્વ સ્તરે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે સ્વીકૃતિ અપાવી ભારતનું ગૌરવ વધાર્યું છે. વડાપ્રધાનશ્રીના આ ભગીરથ પ્રયાસોમાં રાજકોટ મહાનગરપાલિકા ‘ખિસકોલી સહકાર’ આપવા જઈ રહી છે. આવતીકાલથી શરૂ થનારા આ કેન્દ્રોનો કોઈ ચાર્જ નથી, જેથી સામાન્યમાં સામાન્ય માણસ પણ યોગના માધ્યમથી પોતાના સ્વાસ્થ્યમાં સુધારો લાવી શકશે.”

Global First: તમામ સેન્ટરો જીઓ-ટેગ્ડ, મોબાઈલ પર જ લોકેશન મળશે: મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા

આ આયોજન અંગે વધુ માહિતી આપતા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, રાજકોટ માટે આ ગર્વની ક્ષણ છે. હાલમાં ૪૨૬ માંથી ૪૧૯ સેન્ટરો પર તમામ જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. આ સેન્ટરો શહેરના વિવિધ કોમ્યુનિટી હોલ, સરકારી હોલ, પબ્લિક પાર્ક અને ગાર્ડન ખાતે કાર્યરત થશે. ખાસ વાત એ છે કે અમે આ તમામ જગ્યાઓને જીઓ-ટેગ (Geo-tagged)કરી દીધી છે. નાગરિકો પોતાના મોબાઈલમાં જોશે એટલે તરત જ તેમના ઘરની સૌથી નજીક આવેલું યોગ સેન્ટર દેખાઈ જશે, જ્યાં લાયકાત ધરાવતા યોગ ટીચર્સ દ્વારા લોકોને ટ્રેનિંગ આપવામાં આવશે.”

આવતીકાલથી શરૂ થઈ રહેલા આ જન-આંદોલન સમાન અભિયાનને કારણે રાજકોટવાસીઓમાં ભારે ઉત્સાહ છે, અને આ પ્રોજેક્ટ આગામી દિવસોમાં સમગ્ર વિશ્વ માટે હેલ્થ એન્ડ ફિટનેસ ક્ષેત્રે એક મોડેલ સાબિત થશે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

અમરેલી પંથકમાં મેઘમહેર: ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી નદીઓ વહેતી થઈ, ખેડૂતોમાં ભારે આનંદ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments