GENIBEN THAKOR : બનાસકાંઠા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. અહીં ભાજપે રેખાબેન ચૌધરીને મેદાનમાં ઉતર્યા છે, તો વળી, કોંગ્રેસે પણ ગેનીબેન ઠાકોરને ટિકીટ આપી છે. અત્યારે રાજ્યમાં ક્ષત્રિયો વિરોધ ચાલી રહ્યો છે, ત્યારે બનાસકાંઠાના અમીરગઢની ગેનીબેન ઠાકોરની એક સભા ખુબ ચર્ચામાં આવી છે.
GENIBEN THAKOR : બનાસકાંઠાના કોંગ્રેસ ઉમેદવારને ક્ષત્રિય સમાજનું સમર્થન મળ્યુ છે. ગેનીબેન ઠાકોરે જિલ્લાના અમીરગઢમાં એક સભા કરી હતી, અહીં તેમને ક્ષત્રિય સમાજનું સમર્થન મળ્યું હતુ. આ દરમિયાન ગેનીબેન ઠાકોરે રૂપાલા સામે ચાલી રહેલા ક્ષત્રિય સમાજના આંદોલનને ટાંકીને કહ્યું કે, આપણે કોઇને મારવાના નથી, પણ આંખો થી જ ડરાવવાના છે, અમીરગઢ તાલુકામાં ક્યાંય પણ તમે ભાજપની સભા ના થવા દેતા. ગેનીબેન ઠાકોરની આ સભામાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહ્યાં હતા. આ દરમિયાન ગેનીબેન ઠાકોરે પુરજોશમાં પ્રચાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, અમીરગઢ બનાસકાંઠાનો એક તાલુકો છે, જેમાં અંદાજિત દોઢ લાખ કરતાં વધુની વસ્તી છે.
GENIBEN THAKOR : પહેલા ગાંધી બનજો, ના સમજે તો ભગતસિંહ વાળી કરજો’ – ગેનીબેન
GENIBEN THAKOR : અમીરગઢ તાલુકામાં યોજાયેલા ક્ષત્રિય સંમેલનમાં ગેનીબેન ઠાકોરે બનાસ ડેરી પર પ્રહાર કરતું નિવેદન આપ્યુ છે. તેમને કહ્યું કે, ચૂંટણી છે એટલે કે ડેરીના લોકો અને સુપરવાઈઝર અહીં આવશે, તમે લોકો પહેલા તેમને ગાંધીજીની રીતે સમજાવજો, જો ના સમજે તો ભગતસિંહ અને મહારાણા પ્રતાપ વાળી કરજો.
GENIBEN THAKOR : ગેનીબેને ભાજપ અને બનાસ ડેરી મુદ્દે કહ્યું કે, ભાજપ પાસે હવે ખોટું કર્યા સિવાય કોઈ રસ્તો નથી બચ્યો, તે લોકો મતદાનના દિવસે મૉકપૉલિંગમાં 50 – 50 મત નાંખી દેશે, દરેક બૂથમાં ભાજપવાળા 50 – 50 મત નાંખી 1 લાખની લીડ લેશે. કોંગ્રેસના એજન્ટો આવું ના થાય તેનું ખાસ ધ્યાન રાખે. ઉલ્લેખનીય છે કે, અમીરગઢ તાલુકાના ક્ષત્રિય સંમેલનમાં ગેનીબેનને ખુલ્લુ સમર્થન મળ્યુ છે. ગેનીબેને આ દરમિયાન તાલુકામાં ભાજપની એક પણ સભા ના થવા દેવા પણ આહવાન કર્યુ હતુ.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો