AMIT SHAH FAKE VIDEO :  અમિત શાહનો નકલી વીડિયો વાયરલ કરવા મામલે બે આરોપીની ધરપકડ

0
59
AMIT SHAH FAKE VIDEO
AMIT SHAH FAKE VIDEO

AMIT SHAH FAKE VIDEO :  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો નકલી વીડિયો વાયરલ કરવા મામલે અમદાવાદ સાયબર ક્રાઈમબ્રાન્ચે બે આરોપીની ધરપકડ કરી છે. સતિષ વણસોલા અને આર.બી.બારીયા નામના બે આરોપીની અમદાવાદ સાયબર ક્રાઈમબ્રાન્ચે ધરપકડ કરી હતી. બંન્ને આરોપી પર અમિત શાહની પાલનપુર અને લીમખેડાની સભાના વીડિયો એડિટ કરીને વાયરલ કરવાનો આરોપ છે. સૌથી મોટી અને ચોંકાવનારી વાત તો એ છે કે ઝડપાયેલ બંન્ને આરોપી રાજકીય પાર્ટીઓ સાથે જોડાયેલા છે.

AMIT SHAH FAKE VIDEO

AMIT SHAH FAKE VIDEO :   સતીષ વણસોલાની ધરપકડ પર જીજ્ઞેશ મેવાણીએ પ્રતિક્રિયા આપી હતી. જીજ્ઞેશ મેવાણીએ કહ્યું હતું કે સતીષ વણસોલા મારો PA નહીં, મારો ભાઈ સમાન છે. સતીષ છ વર્ષથી મારી સાથે જોડાયેલ છે. મેવાણીએ કહ્યું હતું કે સતીષના આત્મસન્માન માટે લડીશું. અમુક માણસોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. સામાન્ય પરિવારના દીકરાને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. આ તો તપાસનો વિષય છે.

AMIT SHAH FAKE VIDEO :   ભાજપના સહપ્રવક્તા દિપક જોશીએ કહ્યું હતું કે વીડિયો વાયરલ કરનાર એ પણ જવાબદાર વ્યક્તિ છે. ભાજપ નેતા જયરાજસિંહે કહ્યું હતું કે આરોપી કયા સમાજ કે જ્ઞાતિનો છે તે લેવાદેવા નથી. કૉંગ્રેસ જ્ઞાતિગત રાજનીતિ કરે છે. આ નકલી વીડિયો કોણે વાયરલ કર્યો તે તપાસનો વિષય છે.

AMIT SHAH FAKE VIDEO :  આ મામલે અનેક નેતાઓને નોટિસ

AMIT SHAH FAKE VIDEO

નોંધનીય છે કે દિલ્હી પોલીસ આ મામલે ઝડપથી કાર્યવાહી કરી રહી છે અને ઘણા રાજ્યોમાં તેની તપાસ કરવામાં આવી રહી છે. દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસ તપાસનો વ્યાપ અનેક રાજ્યોમાં ફેલાયો છે. એડિટેડ વીડિયોની તપાસ માટે દિલ્હી પોલીસની અલગ-અલગ ટીમોને ઝારખંડ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા અને નાગાલેન્ડ મોકલવામાં આવી છે. પોલીસે નકલી વીડિયો કેસમાં તેલંગણાના સીએમ રેવંત રેડ્ડીને પણ સમન્સ પાઠવ્યા છે.

AMIT SHAH FAKE VIDEO :  નકલી વીડિયો શેર કરવાના સંબંધમાં યુપીમાં સમાજવાદી પાર્ટીના એક લોકસભા ઉમેદવારને નોટિસ આપવામાં આવી છે અને તેમને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. ઝારખંડમાં કોંગ્રેસના એક નેતાને પણ નોટિસ મળી છે. પૂછપરછ માટે દિલ્હી બોલાવવામાં આવ્યા છે. નાગાલેન્ડના કોંગ્રેસ નેતાને પણ નોટિસ મોકલવામાં આવી છે.

આ તમામને પોતાના મોબાઈલ સાથે લાવવા માટે કહેવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, દિલ્હી પોલીસે તેલંગણાના સીએમ રેડ્ડી સહિત છ લોકોને પૂછપરછ માટે બોલાવ્યા છે. એડિટેડ વીડિયો કેસમાં ઘણા રાજ્યોના લોકો સામેલ છે.

AMIT SHAH FAKE VIDEO :  કોંગ્રેસ ફેક વીડિયો ફેલાવી રહી છેઃ અમિત શાહ

AMIT SHAH FAKE VIDEO

નોંધનીય છે કે અમિત શાહનો ફેક વીડિયો જે સોશિયલ મીડિયા પર ઝડપથી શેર થઈ રહ્યો હતો તે અનામત સાથે સંબંધિત હતો. અમિત શાહે ગુવાહાટીના ફેક વીડિયોને લઈને કોંગ્રેસ પર પણ પ્રહારો કર્યા હતા.

અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી જુઠ્ઠાણા ફેલાવીને જનતામાં ભ્રમ ફેલાવવા માંગે છે. ભારતીય જનતા પાર્ટી SC, ST અને OBC માટે અનામતની સમર્થક છે અને તેના રક્ષણ માટે હંમેશા ભૂમિકા ભજવશે. નરેન્દ્ર મોદીએ પણ આ વાત ઘણી વખત કહી છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.