HomeGujaratDevayat Khavad:ગુજરાત હાઇકોર્ટની કડક ટિપ્પણી: "અરજદાર પ્રખ્યાત નહીં, કુખ્યાત છે"દેવાયત ખવડની મુશ્કેલી...

Devayat Khavad:ગુજરાત હાઇકોર્ટની કડક ટિપ્પણી: “અરજદાર પ્રખ્યાત નહીં, કુખ્યાત છે”દેવાયત ખવડની મુશ્કેલી વધી

Devayat Khavad: ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર દેવાયત ખવડ અત્યારે કાયદાકીય સંકટમાં ફસાયા છે. પોતાની સામે નોંધાયેલી પોલીસ ફરિયાદો રદ કરાવવા માટે હાઇકોર્ટના દ્વાર ખટખટાવનાર દેવાયત ખવડને કોર્ટ તરફથી આકરી ટિપ્પણીનો સામનો કરવો પડ્યો છે. સુનાવણી દરમિયાન હાઇકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, અરજદાર (દેવાયત ખવડ) પ્રખ્યાત નહીં, પરંતુ કુખ્યાત અને માથાભારે’ છે.

Devayat Khavad:શું છે કોર્ટમાં રજૂ કરાયેલા આંકડા?

Devayat Khavad

દેવાયત ખવડ સામે ચાંગોદર અને તાલાલા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદો રદ કરવાની અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી. આ દરમિયાન આરોપી પક્ષ તરફથી કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે:

  • દેવાયત ખવડ સામે અત્યાર સુધી કુલ ૦૬ ગુના નોંધાયા છે.
  • જેમાંથી ૦૩ ગુનામાં તે નિર્દોષ છૂટ્યો છે.
  • ૦૨ ગુનામાં સમાધાન થઈ ચૂક્યું છે.
  • હાલમાં ૦૧ ગુનો બાકી છે.

Devayat Khavad:જામીનની શરતોનો ભંગ અને તાલાલા હુમલો

Devayat Khavad

ચાંગોદર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે દેવાયત ખવડને આ શરતે આગોતરા જામીન આપ્યા હતા કે તે ભવિષ્યમાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાશે નહીં. જોકે, જામીન પર હોવા છતાં દેવાયત ખવડે તાલાલામાં ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલો કર્યો હતો. કોર્ટે નોંધ્યું કે, “આરોપીએ જામીન પર છૂટ્યા બાદ પણ હુમલો કરી, જાનથી મારી નાખવાની ધમકી આપીને જામીનની શરતોનો સરેઆમ ભંગ કર્યો છે.”

Devayat Khavad:સરેન્ડર કરવાનો આદેશ અને હાઇકોર્ટનું રક્ષણ

Devayat Khavad

તાલાલા હુમલા કેસ બાદ અમદાવાદ ગ્રામ્ય કોર્ટે દેવાયત ખવડના આગોતરા જામીન રદ કર્યા હતા અને તેને ૩૦ દિવસમાં ચાંગોદર પોલીસ સમક્ષ સરેન્ડર (આત્મસમર્પણ) કરવા હુકમ કર્યો હતો. ધરપકડથી બચવા દેવાયતે ફરી હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે, જેમાં કોર્ટે તેને ૦૯ ફેબ્રુઆરી સુધી પોલીસ ધરપકડ સામે કામચલાઉ રક્ષણ આપ્યું છે.

હાલમાં હાઇકોર્ટે તપાસ અધિકારી પાસે આ મામલે રિપોર્ટ મંગાવ્યો છે. આગામી ૯ ફેબ્રુઆરીએ થનારી સુનાવણી પર સૌની નજર ટકેલી છે કે દેવાયત ખવડને જેલ જવું પડશે કે ફરી રાહત મળશે.

આ પણ વાંચો :ગુજરાત અને આયર્લેન્ડ વચ્ચે નવી ભાગીદારીના મંડાણ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આયર્લેન્ડના રાજદૂત સાથે મહત્વપૂર્ણ બેઠક

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments