INDIAN CRICKET TEAM : આગામી ટી-20 વિશ્વકપ માટે ભારતીય ટીમની જાહેરાત, હાર્દિક પંડ્યાને મળી મોટી જવાબદારી  

0
82
INDIAN CRICKET TEAM
INDIAN CRICKET TEAM

INDIAN CRICKET TEAM : 2024 T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઇ ગઈ છે. રોહિત શર્માની કેપ્ટનશિપ હેઠળ ભારતીય ટીમ અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાનાર T20 વર્લ્ડ કપમાં ભાગ લેવા પહોંચશે. ટીમ ઈન્ડિયા પોતાના અભિયાનની શરૂઆત 5 જૂને આયર્લેન્ડ સામેની મેચથી કરશે.

INDIAN CRICKET TEAM

INDIAN CRICKET TEAM :  ટીમની કેપ્ટનશીપ રોહિત શર્માને સોંપવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે લાંબી ચર્ચા બાદ ટીમની જાહેરાત કરી હતી. મુખ્ય પસંદગીકાર અજીત અગરકરના નેતૃત્વ હેઠળની રાષ્ટ્રીય પસંદગી સમિતિએ ઘણા ખેલાડીઓને લઇને ચર્ચા કરી હતી. આખરે આ 15 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી.

INDIAN CRICKET TEAM :  હાર્દિક પંડ્યાને ટીમમાં મોટી જવાબદારી સોંપવામાં આવી છે. તે ટી-20 વર્લ્ડ કપમાં ટીમનો વાઇસ કેપ્ટન હશે. ટીમમાં ઋષભ પંત અને સંજુ સેમસનને વિકેટકીપર તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. કેએલ રાહુલને ટીમમાં તક મળી નથી. શુભમન ગિલ, રિંકુ સિંહનો રિઝર્વ ખેલાડી તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.

INDIAN CRICKET TEAM

INDIAN CRICKET TEAM :  સેમસન અને પંત IPL 2024માં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. ઋષભ લાંબા સમય બાદ ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો છે. કાર અકસ્માત બાદ તે મેદાનથી દૂર હતો. પરંતુ તેણે આઇપીએલથી મેદાનમાં વાપસી કરી હતી. સેમસનની વાત કરીએ તો તેણે IPL 2024માં 9 મેચ રમી છે અને 385 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 4 અડધી સદી ફટકારી છે.

INDIAN CRICKET TEAM :  બીસીસીઆઈએ પણ શિવમ દુબે અને અક્ષર પટેલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. શિવમ આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમી રહ્યો છે. તે આક્રમક બેટિંગ માટે જાણીતો છે.  આ સાથે તે ફિનિશરની ભૂમિકા પણ નિભાવે છે. શિવમ દુબેએ આ સીઝનમાં 9 મેચમાં 350 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 3 અડધી સદી ફટકારી છે.

INDIAN CRICKET TEAM

INDIAN CRICKET TEAM :  ટી-20 વર્લ્ડકપ 2024 માટે ભારતની ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), શિવમ દુબે, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, સંજુ સેમસન (વિકેટકીપર), મોહમ્મદ સિરાજ.

રિઝર્વઃ શુભમન ગિલ, રિંકુ સિંહ, ખલીલ અહેમદ, આવેશ ખાન 

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.