Gandhinagar : પાટીદાર ચિંતન શિબિર શાંતિપૂર્ણ વિચારવિમર્શના બદલે વિવાદનો મંચ

0
144

Gandhinagar : ગાંધીનગરમાં પાટીદાર ચિંતન શિબિર નેતાગીરી વચ્ચે વિવાદાસ્પદ બની છે જયેશ પટેલને બાકાત રાખતા

Gandhinagar : ગાંધીનગરમાં આયોજિત પાટીદાર ચિંતન શિબિર શાંતિપૂર્ણ વિચારવિમર્શના બદલે વિવાદનો મંચ બની ગયો હતો . શિબિરમાં શાંતિલાલ સોજીત્રા નામના આગેવાને ખુલ્લેઆમ બબાલ કરતા તંગ સ્થિતિ સર્જાઈ હતી. મૂળ અમદાવાદના નિકોલ વિસ્તારના અને પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા આગેવાન શાંતિલાલ સોજીત્રાએ આક્ષેપ કર્યો કે ચિંતન શિબિરમાં પૂર્વ PAAS કન્વીનર જયેશ પટેલને બોલાવ્યા જ નથી, જેને કારણે સમાજમાં જૂથવાદ અને જુનો-નવો વિવાદ ઊભો થઈ રહ્યો છે.

Gandhinagar

Gandhinagar : શાંતિલાલ સોજીત્રાના વિરોધમાં પાટીદાર સભામાં તણાવ વધ્યો આગેવાની વિવાદ પાટીદાર ચિંતન

Gandhinagar : બબાલ બાદ શાંતિલાલ સોજીત્રા એ બેઠકના મંચ પરથી બહાર નીકળી ગયા હતા. તેમની આ ઘટનાથી શિબિરના આયોજકો પણ દબાણમાં આવી ગયા હતા , આ ઘટનાથી સ્પષ્ટ સંકેત મળે છે કે પાટીદાર સમાજમાં હજી જૂની લાઈનો અને નેતૃત્વ મુદ્દે તણાવ યથાવત્ છે. ચિંતન શિબિર જે એકતા માટે યોજાઈ હતી, ત્યાંથી ફરી વિવાદ જ ઊભો થયો. તમને જણાવી દઈએ કે પાટીદાર આગેવાન પૂર્વીન પટેલનું આ મામલે નિવેદન સામે આવ્યું હતું કે આ અમારા કોઈના દીકરાના લગ્ન નહોતા, ઓનલાઇન આમંત્રણ હતું.લગ્નમાં ફોઈ ફુઆ નારાજ તો થાય. પાટીદાર સમાજના વિવિધ પ્રશ્નોને લઈ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 10% અનામતની માગ કરી.

Gandhinagar

Gandhinagar : શિબિરમાં એકતા એજન્ડાને ઢાંકી દે છે ગાંધીનગર પાટીદાર સંમેલનમાં કથિત જૂથવાદને લઈને વિવાદ સર્જાયો છે

Gandhinagr : પાટીદાર દીકરીઓના ભાગીને લગ્ન કરવા મુદ્દે ચર્ચા કરવામાં આવી છે. લગ્ન નોંધણીમા માતા – પિતાની ફરજિયાત સંમતિની માંગ કરવામાં આવી છે. બિન અનામત આયોગના ચેરમેનની નિમણૂકની માંગણી કરવામાં આવી છે. ઓનલાઈન ગેમિંગ પર પ્રતિબંધ મુકવાની માંગણી કરાશે. આ સાથે જગોંડલમાં MLA કોઈ પણ હોય લોકો ખુલીને બહાર આવે. લોકો ખુલીને બહાર આવે ગોંડલમાં લોકો બીકથી જીવે છે. ગોંડલમાં અધિકારીઓ અને સરકારે જે કરવું હોય એ કરે. ટેકનિકલ કારણોસર બાકી રહેલ કેસો પરત ખેંચવામાં આવે.

Gandhinagar

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો

યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે