૯ અને ૧૦ સપ્ટેમ્બરે યોજાશે જી-૨૦ સમિટ
સમિટને ધ્યાને રાખીને હેલ્પ ડેસ્ક તેમજ હેલ્પલાઇન નંબર જાહેર
દિલ્હી પોલીસ દ્વારા પ્રવાસીઓની સગવડતા માટે લીધો નિર્ણય
હેલ્પ ડેસ્ક તેમજ હેલ્પલાઇન નં.૧૦૯૫/૦૧૧-૨૫૮૪૪૪૪૪ જાહેર કરાયો
૯ અને ૧૦ સપ્ટેમ્બરે યોજાશે જી-૨૦ સમિટ યોજાવવાની છે.ત્યારે ભારતની રાજધાની નવી દિલ્હી ખાતે આગામી તા.૯ અને ૧૦ સપ્ટેમ્બર-૨૦૨૩ના રોજ જી-૨૦ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકના સુચારૂ આયોજન માટે ટ્રાફિકને લગતા કેટલાક નિયંત્રણો મુકવામાં આવ્યા છે. આ દરમિયાન નવી દિલ્હીના પ્રવાસે જનાર નાગરિકોને ટ્રાફિકના કારણે અગવડ ન પડે અને ટ્રાફિકની પરિસ્થિતિ અંગે મદદરૂપ થઇ શકાય તે હેતુથી દિલ્હી પોલીસ દ્વારા ટ્રાફિક વર્ચ્યુઅલ હેલ્પ ડેસ્ક શરૂ કર્યુ છે જે આ હેલ્પડેસ્ક ટ્રાફિક સંબંધી તમામ માહિતી પુરી પાડશે. આ ઉપરાંત દિલ્હી પોલીસ દ્વારા વોટ્સઅપ નંબર ૮૭૫૦૮૭૧૪૯૩ તેમજ ટ્રાફિક હેલ્પલાઇન નં. ૧૦૯૫/૦૧૧-૨૫૮૪૪૪૪૪ જાહેર કરવામાં આવ્યો છે જે ૨૪ કલાક કાર્યરત રહેશે. આ સિવાય દિલ્હીમાં ટ્રાફિકની સ્થિતિ જાણવા મોબાઇલ ફોનમાં વિવિધ નેવીગેશન એપ જેવી કે Mappls Map, MapmyIndia વગેરેનો પણ ઉપયોગ કરી શકાશે.
સોશિયલ મીડિયાના હેન્ડલ https://www.facebook.com/dttraffic, https://www.instagram.com/dtptraffif, https://twitter.com/dtptraffic, પરથી જરૂરી માહિતી મેળવી શકાશે. આ સુવિધાનો દિલ્હીના પ્રવાસે આવનાર મુલાકાતીઓએ ટ્રાફિકમાં અગવડ ન પડે તે માટે મહત્તમ લાભ લેવા દિલ્હી પોલીસ કમિશનરની યાદીમાં અનુરોધ કરાયો છે. https://traffic.delhipolice.gov.in/dtpg20info લિંક પરથી એક્સેસ કરી શકાય છે.
દિલ્હીમાં જી -20 બેઠકની તડામાર તૈયારીઓ
અમદાવાદાના મૌલિક જાનીએ કારને G-20 થીમ પર રંગાવી
એન્કર
દિલ્હીમાં જી -20 બેઠકની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.ત્યારે એક ગુજરાતી પણ જી -20 બેઠકમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે. ગુજરાતના અમદાવાદમાં રહેતા મૌલિક જાનીએ તેમની કારને G-20 થીમ પર રંગવામાં આવી છે. તેઓ દિલ્હીમાં યોજાનારી G-20 સમિટની ઉજવણી કરવા માટે દિલ્હી પહોંચ્યા છે.નોંધનીય છે કે દિલ્હીમાં G-20 સમિટ 9-10 સપ્ટેમ્બરે યોજાવાની છે.
વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ
સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ