૯ અને ૧૦ સપ્ટેમ્બરે યોજાશે જી-૨૦ સમિટ,હેલ્પલાઇન નંબર જાહેર

0
43
૯ અને ૧૦ સપ્ટેમ્બરે યોજાશે જી-૨૦ સમિટ,હેલ્પલાઇન નંબર જાહેર
૯ અને ૧૦ સપ્ટેમ્બરે યોજાશે જી-૨૦ સમિટ,હેલ્પલાઇન નંબર જાહેર

૯ અને ૧૦ સપ્ટેમ્બરે યોજાશે જી-૨૦ સમિટ

સમિટને ધ્યાને રાખીને હેલ્પ ડેસ્ક તેમજ હેલ્પલાઇન નંબર જાહેર

દિલ્હી પોલીસ દ્વારા પ્રવાસીઓની સગવડતા માટે લીધો નિર્ણય

હેલ્પ ડેસ્ક તેમજ હેલ્પલાઇન નં.૧૦૯૫/૦૧૧-૨૫૮૪૪૪૪૪ જાહેર કરાયો

૯ અને ૧૦ સપ્ટેમ્બરે યોજાશે જી-૨૦ સમિટ યોજાવવાની છે.ત્યારે ભારતની રાજધાની નવી દિલ્હી ખાતે આગામી તા.૯ અને ૧૦ સપ્ટેમ્બર-૨૦૨૩ના રોજ  જી-૨૦ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકના સુચારૂ આયોજન માટે ટ્રાફિકને લગતા કેટલાક નિયંત્રણો મુકવામાં આવ્યા છે. આ દરમિયાન નવી દિલ્હીના પ્રવાસે જનાર નાગરિકોને ટ્રાફિકના કારણે અગવડ ન પડે અને ટ્રાફિકની પરિસ્થિતિ અંગે મદદરૂપ થઇ શકાય તે હેતુથી દિલ્હી પોલીસ દ્વારા ટ્રાફિક વર્ચ્યુઅલ હેલ્પ ડેસ્ક શરૂ કર્યુ છે જે  આ હેલ્પડેસ્ક ટ્રાફિક સંબંધી તમામ માહિતી પુરી પાડશે. આ ઉપરાંત  દિલ્હી પોલીસ દ્વારા વોટ્સઅપ નંબર ૮૭૫૦૮૭૧૪૯૩ તેમજ ટ્રાફિક  હેલ્પલાઇન નં. ૧૦૯૫/૦૧૧-૨૫૮૪૪૪૪૪ જાહેર કરવામાં આવ્યો છે જે ૨૪ કલાક  કાર્યરત રહેશે. આ સિવાય દિલ્હીમાં ટ્રાફિકની સ્થિતિ જાણવા મોબાઇલ ફોનમાં વિવિધ નેવીગેશન એપ જેવી કે Mappls Map, MapmyIndia વગેરેનો પણ ઉપયોગ કરી શકાશે.

સોશિયલ મીડિયાના હેન્ડલ https://www.facebook.com/dttraffic, https://www.instagram.com/dtptraffif,  https://twitter.com/dtptraffic, પરથી જરૂરી માહિતી મેળવી શકાશે.   આ સુવિધાનો દિલ્હીના પ્રવાસે આવનાર મુલાકાતીઓએ ટ્રાફિકમાં અગવડ ન પડે તે માટે મહત્તમ લાભ લેવા દિલ્હી પોલીસ કમિશનરની યાદીમાં અનુરોધ કરાયો છે. https://traffic.delhipolice.gov.in/dtpg20info લિંક પરથી એક્સેસ કરી શકાય છે.

દિલ્હીમાં જી -20 બેઠકની તડામાર તૈયારીઓ

અમદાવાદાના મૌલિક જાનીએ  કારને G-20 થીમ પર રંગાવી

એન્કર

દિલ્હીમાં જી -20 બેઠકની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.ત્યારે એક ગુજરાતી પણ જી -20 બેઠકમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે. ગુજરાતના અમદાવાદમાં રહેતા મૌલિક જાનીએ તેમની કારને G-20 થીમ પર રંગવામાં આવી છે. તેઓ દિલ્હીમાં યોજાનારી G-20 સમિટની ઉજવણી કરવા માટે દિલ્હી પહોંચ્યા છે.નોંધનીય છે કે દિલ્હીમાં G-20 સમિટ 9-10 સપ્ટેમ્બરે યોજાવાની છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.