HomemumbaiFrom 2 Hours to 20 Minutes: મુંબઈની ટ્રાફિક સમસ્યાનો મેગા ઉકેલ: 2...

From 2 Hours to 20 Minutes: મુંબઈની ટ્રાફિક સમસ્યાનો મેગા ઉકેલ: 2 કલાકની મુસાફરી હવે માત્ર 20 મિનિટમાં!

From 2 Hours to 20 Minutes: મુંબઈમાં વધતી ટ્રાફિક સમસ્યાને હળવી કરવા BMC દ્વારા મુંબઈ કોસ્ટલ રોડ નોર્થ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. વર્સોવાથી ભાયંદર સુધીના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની કુલ લંબાઈ ઇન્ટરચેન્જ અને કનેક્ટિંગ રોડ સહિત આશરે 60 કિલોમીટર રહેશે.

હાલમાં વર્સોવાથી ભાયંદર વચ્ચે મુસાફરી કરવામાં લગભગ 90થી 120 મિનિટનો સમય લાગી શકે છે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ આ મુસાફરીનો સમય ઘટીને અંદાજે 15થી 20 મિનિટ થવાની અપેક્ષા છે. આ પ્રોજેક્ટ મુંબઈના પશ્ચિમ વિસ્તારો માટે ઝડપી અને સીધી કનેક્ટિવિટી પૂરી પાડશે.

From 2 Hours to 20 Minutes: 7 પેકેજમાં તૈયાર થશે પ્રોજેક્ટ

From 2 Hours to 20 Minutes

મુંબઈ કોસ્ટલ રોડ નોર્થ પ્રોજેક્ટને કુલ 7 પેકેજમાં પૂર્ણ કરવાની યોજના છે. પ્રોજેક્ટમાં ડબલ એલિવેટેડ રોડ, ટ્વિન ટનલ, 2 કેબલ આધારિત બ્રિજ અને 4 બાસ્કેટ બ્રિજ બનાવવાની યોજના સામેલ છે.

આ ઉપરાંત વાહનચાલકોને અલગ-અલગ વિસ્તારો સાથે જોડવા માટે કુલ 10 ઇન્ટરચેન્જ બનાવવાનો પણ પ્રસ્તાવ છે. જેના કારણે મુખ્ય માર્ગ પર ટ્રાફિકનું ભારણ વહેંચવામાં મદદ મળશે.

From 2 Hours to 20 Minutes: પશ્ચિમ મુંબઈમાં ટ્રાફિકને મળશે રાહત

From 2 Hours to 20 Minutes

આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ વર્સોવા, ભાયંદર અને મુંબઈના પશ્ચિમ વિસ્તારો વચ્ચેની કનેક્ટિવિટીમાં મોટો સુધારો થવાની અપેક્ષા છે. મુસાફરીનો સમય ઘટવાની સાથે મહત્વના માર્ગો પર ટ્રાફિકનું દબાણ પણ ઓછું થઈ શકે છે.

મુંબઈ માટે આ પ્રોજેક્ટ માત્ર કોસ્ટલ કનેક્ટિવિટી પૂરતો સીમિત નહીં રહે, પરંતુ શહેરના પશ્ચિમ ભાગમાં પરિવહન વ્યવસ્થાને વધુ ઝડપી અને સુવ્યવસ્થિત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: PM મોદીને પૂછ્યું, ‘સર, તમારી કારમાં બેસી શકું?’ જીતેન્દ્ર મિશ્રાનો રસપ્રદ કિસ્સો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments