HomeDesh90 Minutes with PM Modi: PM મોદીને પૂછ્યું, ‘સર, તમારી કારમાં બેસી...

90 Minutes with PM Modi: PM મોદીને પૂછ્યું, ‘સર, તમારી કારમાં બેસી શકું?’ જીતેન્દ્ર મિશ્રાનો રસપ્રદ કિસ્સો

90 Minutes with PM Modi: શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રથમ CEO તરીકે પસંદ થયેલા નિવૃત્ત એર માર્શલ જીતેન્દ્ર મિશ્રાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેનો એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. ઓપરેશન સિંદૂર બાદ 13 મે 2025ના રોજ PM મોદી આદમપુર એરફોર્સ સ્ટેશન પહોંચ્યા હતા. આ દરમિયાન જીતેન્દ્ર મિશ્રાએ વડાપ્રધાનને એક અનોખી વિનંતી કરી હતી.

મિશ્રાએ PM મોદીને પૂછ્યું હતું કે, સર, શું હું તમારી કારમાં તમારી સાથે જઈ શકું?’ તેમના જણાવ્યા મુજબ PM મોદીએ તરત જ મંજૂરી આપતા કહ્યું હતું, હા, જરૂર, ચાલો.’

90 Minutes with PM Modi

90 Minutes with PM Modi: દોઢ કલાક સુધી PM મોદી સાથે રહ્યા

આ પછી જીતેન્દ્ર મિશ્રાને આશરે દોઢ કલાક સુધી PM મોદી સાથે રહેવાની તક મળી હતી. આ સમય દરમિયાન બંને વચ્ચે દેશની સુરક્ષા અને સંરક્ષણ ક્ષમતાને લગતા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.

90 Minutes with PM Modi

ચર્ચામાં ઓપરેશન સિંદૂર, S-400 એર ડિફેન્સ સિસ્ટમ, આકાશ મિસાઈલ અને અન્ય એર ડિફેન્સ સિસ્ટમ્સ જેવા વિષયો સામેલ હતા.

90 Minutes with PM Modi: PM મોદીની જાણકારીથી થયા પ્રભાવિત

જીતેન્દ્ર મિશ્રાના જણાવ્યા પ્રમાણે, રાષ્ટ્રીય સુરક્ષા અને આધુનિક હથિયાર પ્રણાલીઓ અંગે PM મોદીની ઊંડી જાણકારીથી તેઓ ખાસ્સા પ્રભાવિત થયા હતા. એર ડિફેન્સ અને સૈન્ય ક્ષમતાઓ અંગેની ચર્ચા દરમિયાન મોદીની વિગતો અંગેની સમજણ તેમણે નજીકથી અનુભવી હતી.

આ સમગ્ર કિસ્સો જીતેન્દ્ર મિશ્રાના અનુભવનો એક રસપ્રદ પ્રસંગ બની રહ્યો છે, જેમાં PM મોદી સાથેની તેમની મુલાકાત અને રાષ્ટ્રીય સુરક્ષાને લગતી ચર્ચાની ઝલક જોવા મળે છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ભારતમાં રમાશે ઇતિહાસની પ્રથમ ‘વુમન્સ ચેમ્પિયન્સ ટ્રોફી 2027’, મુંબઈ અને વડોદરા બનશે યજમાન

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments