HomeDeshGDP Data Debate: GDPના આંકડા પર સવાલો વચ્ચે કેન્દ્રની સ્પષ્ટતા: ‘જૂની-નવી સિરીઝની...

GDP Data Debate: GDPના આંકડા પર સવાલો વચ્ચે કેન્દ્રની સ્પષ્ટતા: ‘જૂની-નવી સિરીઝની સરખામણી યોગ્ય નથી’

GDP Data Debate: દેશના GDPના તાજેતરના આંકડાઓને લઈને સરકાર અને વિપક્ષ વચ્ચે સવાલો ઉઠી રહ્યા છે. વિપક્ષ દ્વારા GDPના આંકડામાં આવેલા તફાવત અંગે પ્રશ્નો કરવામાં આવ્યા બાદ કેન્દ્ર સરકારે FAQ જાહેર કરીને આ મામલે સ્પષ્ટતા કરી છે.

કેન્દ્ર સરકારના જણાવ્યા મુજબ, 2025-26ના પ્રથમ ત્રિમાસિક ગાળાનો ₹86.05 લાખ કરોડનો આંકડો જૂની GDP સિરીઝ અને 2011-12ના બેઝ યર પર આધારિત હતો. જ્યારે નવી GDP સિરીઝમાં બેઝ યર 2022-23 રાખવામાં આવ્યું છે.

GDP Data Debate: બેઝ યર બદલાતા આંકડામાં ફેરફાર

GDP Data Debate

નવી સિરીઝ તૈયાર કરતી વખતે સુધારેલા ડેટા ઉપરાંત PPI અને IIP જેવા નવા સૂચકાંકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેના કારણે જૂની અને નવી સિરીઝમાં GDPના આંકડામાં તફાવત જોવા મળી શકે છે.

સરકારે સ્પષ્ટ કર્યું છે કે આશરે ₹80 લાખ કરોડના સુધારેલા આંકડાને GDP ઘટાડવાનો પ્રયાસ ગણવો યોગ્ય નથી. બંને આંકડા અલગ પદ્ધતિ અને અલગ બેઝ યર ધરાવતી GDP સિરીઝમાંથી આવ્યા હોવાથી તેમની સીધી સરખામણી કરવી યોગ્ય નથી.

GDP Data Debate: નવી પદ્ધતિ અંગે કેન્દ્રની સ્પષ્ટતા

GDP Data Debate

કેન્દ્રના જણાવ્યા પ્રમાણે નવી GDP સિરીઝ વધુ વ્યાપક ડેટા અને સુધારેલી પદ્ધતિ પર આધારિત છે. આ ફેરફારનો હેતુ વર્તમાન આર્થિક વૃદ્ધિદરને કૃત્રિમ રીતે વધારવાનો કે ઘટાડવાનો નથી, પરંતુ દેશની અર્થવ્યવસ્થાની વધુ સચોટ તસવીર રજૂ કરવાનો છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: મુંબઈની ટ્રાફિક સમસ્યાનો મેગા ઉકેલ: 2 કલાકની મુસાફરી હવે માત્ર 20 મિનિટમાં!

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments