જૂનાગઢમાં બિલ્ડીંગ ધરાશાયી દુર્ઘટનામાં ચારના મોંત

1
82
જૂનાગઢમાં બિલ્ડીંગ ધરાશાયી દુર્ઘટનામાં ચારના મોંત
જૂનાગઢમાં બિલ્ડીંગ ધરાશાયી દુર્ઘટનામાં ચારના મોંત

જૂનાગઢમાં મેઘ તાંડવ બાદ મકાન ધરાશાયી થવાની દુર્ઘટના બની છે. મળતી માહિતી પ્રમાણે જૂનાગઢના કડિયાવાડ વિસ્તારમાં આવેલું બે માળનું મકાન ધરાશાયી થયાની ઘટના બની હતી તેમાં ચારના મોંત થયા છે . તંત્ર દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ છે. જૂનાગઢના કડિયાવાડ વિસ્તારમાં આવેલું એક માળનું મકાન ધરાશાયી થયાની ઘટના સામે આવી હતી.. કડિયાવાડ વિસ્તારમાં શાક માર્કેટ નજીક હોવાથી દસ જેટલા લોકો દટાયા હોવાની શંકા સેવાઈ રહી છે . આ દુર્ઘટનામાં ચાર વ્યક્તિનાં મોત થયાં છે, આ વ્યક્તિઓના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અત્યારે બચાવ કાર્ય ચાલુ છે અને NDRF સહિત ફાયર બ્રિગેડ અને પોલીસતંત્ર અને સ્થાનિકો કાટમાળ હટાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

જૂનાગઢના કડિયાવાડ વિસ્તારમાં આવેલું બે માળનું મકાન ધરાશાયી થયાની ઘટના બની હતી

આ ઘટનામાં મહાનગર પાલિકાના અધિકારીઓ પર અનેક સવાલો થઇ રહ્યા છે. એક પરિવારે કહ્યું હતું કે અમારાં બાળકો એ રિક્ષા નીચે દટાયેલાં છે. આ રિક્ષા નીકળે પછી અંદાજ આવે કે કેટલા લોકો દટાયા છે જુનાગઢના દાતાર રોડ પર બે માળનું મકાન ધરાશાયી થયું છે. આ મકાનની નીચે દુકાનો હતી. આ વિસ્તારમાં શાક માર્કેટ હોવાથી લોકોની ભારે હતી . આ ઈમારત જર્જરિત હતી અને તેની આસપાસની ઈમારતો પણ તંત્રે ખાલી કરાવી હતી. હાલ કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પણ વરસાદ ને જ્કારને બચાવ કાર્ય ધીમી ગતિએ ચાલી રહ્યું હતું. 5 જેટલા JCB અને 108 પણ ઘટના સ્થળ પર તૈયાર છે ઘટનાસ્થળે મનપા તંત્ર, પોલીસ અને જૂનાગઢના ધારાસભ્ય સહિત મેયર પણ હાજર હતા. NDRFની ટીમ પણ ઘટનાસ્થળે છે અને બચાવ કામગીરીમાં વ્યસ્ત છે.

NDRFની ટીમ પણ ઘટનાસ્થળે  છે અને બચાવ કામગીરીમાં વ્યસ્ત

મળતી માહિતી પ્રમાણે જૂનાગઢમાં જે દુર્ઘટના સર્જાઈ છે તેમાં જાણકારો કહી રહ્યા છેકે તાજેતરમાં આવેલું ભયાનક પૂરને કારણે અનેક મકાનોના પાયામાં પાણી ઘુસ્યા હશે અને જમીન ઢીલી પડતા મકાન ધરાધાયી થયું હોય તેવું લાગે છે. આ મકાન ધરાશાયી થતાજ તંત્રે તેની આસપાસ આવેલા તમામ મકાનોને ખાલી કરાવીને સલામત સ્થળ પર રહેવાશીઓને ખસેડ્યા હતા.

અહી ઉલ્લેખનીય છેકે જુનાગઢ જીંદગી બચાવવાનો જંગ લડી રહ્યું છે જેમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં આજે પણ જે તબાહીના દ્રશ્યો સામે આઈ રહ્યા છે તે જોતા એક તરફ વરસાદી કહેર અને બીજી તરફ મકાન ધરાશાયી થવાની દુર્ઘટના બંને તરફ સ્થાનિકો ઝઝૂમી રહ્યા છે.

1 COMMENT

Comments are closed.