HomeGujaratપૂર્વ સાસંદ રાહુલ ગાંધી આજે આવશે સુરત,માનહાનિ કેસમાં કરશે અપીલ

પૂર્વ સાસંદ રાહુલ ગાંધી આજે આવશે સુરત,માનહાનિ કેસમાં કરશે અપીલ

સુરતમાં થયેલા માનહાની કેસ મામલે સેસન્સ કોર્ટમા અપીલ કરવા રાહુલ ગાંધી આજે દિલ્લીના વકીલો તેમજ નેતાઓની ટિમ સાથે સુરત આવશે. આજે રાહુલ ગાંધી સુરત આવતા હોવાથી ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના સુરતમાં ધામા છે.રાજસ્થાનના CM અશોક ગેહલોત પણ રાહુલ ગાંધી સાથે હાજર રહેશે.રાહુલ ગાંધી પર સુરતમાં થયેલ માનહાની કેસ મામલે કોર્ટે ચુકાદો આપ્યો હતો અને રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી હતી. જેને લઇ રાહુલ ગાંધી આજે દિલ્હીના વકીલો સાથે હવાઈ માર્ગથી સુરત આવશે અને સેશન્સ કોર્ટમાં અપીલ કરશે. મહત્વનું છે કે રાહુલ ગાંધીને કોર્ટ દ્વારા બે વર્ષની સજા સંભળાવ્યા બાદ રાહુલ ગાંધીના તુરંત જામીન પણ થઈ ગયા હતા

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments