ઘઉંની માંગ વધતા ઘઉંના ભાવ ઉંચકાયા

0
34

ઘઉંના ભાવ આસમાને પહોંચ્યા

સારા ઘઉંની આવક થઈ ઓછી

હાલની સિઝનમાં લોકો બાર મહિનાના ઘઉં ચોખા મસાલા ભરાવતા હોય છે તો ચાલુ વર્ષે પ્રજાને જોરદાર મોંઘવારીનો બોજો પડનાર છે કારણ કે ઘઉંના ભાવમાં વધારો નોંધાયો છે, ગુજરાતમાં કમોસમી વરસાદ, માવઠાની સૌથી વધુ અસર ઘઉંના પાક પર જોવા મળી રહી છે, ઘઉંની જુદી જુદી કવોલીટીના ભાવ ઉઘડતી સીઝને જ કિવન્ટલ દીઠ રૂ. 500 થી 900 સુધી વધી ગયા છે. માવઠાએ તમામ ખેત જણસને માઠી અસર પહોંચાડી છે. માર્કેટીંગ યાર્ડમાં ઘઉંની હરાજી દરમિયાન માંગ અને ભાવમાં ઉછાળો નોંધાતા ગૃહિણીઓના બજેટ ઉપર ઘેરી અસર પણ થઇ છે. ગત વર્ષની સરખામણીએ સામાન્ય ઘઉં જે મણ દીઠ રૂ. 400થી 500 સુધી ના ભાવે વેચાણ થતા હતા. જે હવે માવઠું થવાથી જુદી જુદી કવોલીટી મુજબ ઘઉંના ભાવમાં રૂ. 550થી 650 મણ દીઠ ભાવ વધી ગયા છે. ગત વર્ષે મધ્યમ ગુણવત્તાના ઘઉં આ વર્ષે મણ દીઠ રૂ. 600 થી વધુ પહોંચ્યા છે. તેમજ ઉચ્ચ કવોલિટીના ઘઉં રૂ. 700થી 850 મણ દીઠ પહોંચી ગયા છે. બીજી તરફ ઇતિહાસમાં પ્રથમવાર ખેડૂતોને પણ યાર્ડમાં 450થી 600 સુધીના ભાવ મળી રહ્યા છે,