વડોદરાના જી.આઇ.ડી.સીમાં આગ કાબુ બહાર

0
47

છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં આગ લાગવાના બનાવો વારંવાર સામે આવી રહ્યા છે ક્યારેક સુરત,ઉઘના,નડિયાદ,તો ક્યારેક વડોદરામાં વારવાર આગ લાગવાના બનાવો બની રહ્યા છે ત્યારે આજરોજ એટલેકે ગુરુવારે વડોદરાના મકરપુરા જી.આઇ.ડી.સીમાં લાગી ભીષણ આગ લાગી છે આગ લાગવાના પગલે  ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર પહોંચ્યા હતા. પરંતુ  આગના વિકરાળ સ્વરૂપને કારણે આગ હજી પણ કાબુ બહાર બહાર છે કયા કારણસર આગ લાગી તે હજી જાણવા મળ્યું નથી અને હાલ ફાયરની ટીમ આગ બુજાવવાની કામગીરીમાં લાગી છે