યશ ચોપરાની પત્ની અને આદિત્ય ચોપરાની માતા પામેલા ચોપરાનું 74 વર્ષની વયે નિધન થયું છે. પામેલા તેમના પતિ યશ ચોપરાના પ્રોડક્શન હાઉસ યશ રાજ ફિલ્મ્સમાં હંમેશા ખૂબ સક્રિય રહતા હતા. પામેલા ચોપરાએ બોલિવૂડમાં પોતાની એક ઓળખ બનાવી હતી.તેમણે ઘણી ફિલ્મોમાં સહ-નિર્માતા, ડ્રેસ ડિઝાઈનર અને લેખક તરીકે કામ કર્યું હતું. થોડાક સમય પહેલા પામેલા ‘ધ રોમેન્ટિક્સ’ ડોક્યુમેન્ટરીમાં જોવા મળ્યા હતાં. જેમાં તેઓ પતિ યશ ચોપરાના સફર વિશે વાત કરી હતી.