Farooq Abdullah : જો આ ના થયું તો જમ્મુ કાશ્મીર બની જશે ગાઝા

0
184
farooq abdullh
farooq abdullh

Farooq Abdullah :  જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ ફરી ઉફાન પર છે, સતત વધી રહેલા આતંકી હુમલાએ ભારતમાં ફરી ચિંતા વધારી દીધી છે, ગત સપ્તાહે જમ્મુ કાશ્મીરના પૂંછમાં સેનાના વાહન પર થયેલા આતંકી હુમલાના આતંકીઓ હજુ પકડાયા નથી ત્યારે આ મુદ્દે રાજનીતિ તેજ થઇ ગઈ છે, જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલાએ (Farooq Abdullah) ભારત – પાકિસ્તાન વચ્ચેની વાતચીતને લઈને બવ મોટું નિવેદન આપી દીધું છે.

Farooq Abdullah

પૂંછ આતંકવાદી હુમલા બાદ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના વડા (Farooq Abdullah)  ફારુક અબ્દુલ્લાએ મોટું નિવેદન આપીને ભારત-પાકિસ્તાન મંત્રણાની વકાલત કરી છે. તેમણે કહ્યું હતું કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીત નહીં થાય તો જમ્મુ-કાશ્મીરની હાલત ગાઝા જેવી થઈ જશે. જો આપણે વાતચીત દ્વારા કોઈ ઉકેલ નહીં શોધીએ તો આપણી પણ દશા ગાઝા અને પેલેસ્ટાઈન જેવી થશે, જેના પર ઇઝરાયલ દ્વારા બોમ્બમારો થઈ રહ્યો છે. Farooq Abdullah  ગત સપ્તાહે પૂંછમાં થયેલા આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કરી રહ્યા હતા.

ફારુક અબ્દુલ્લાએ વધુમાં કહ્યું હતું કે   વાજપેયીજીએ કહ્યું હતું કે મિત્રો બદલી શકાય છે, પાડોશી બદલી શકાતા નથી. જો આપણે આપણા પડોશીઓ સાથે મૈત્રીપૂર્ણ રહીશું તો બંને પ્રગતિ કરશે. જો આપણે દુશ્મનાવટમાં રહીએ તો આગળ વધી શકતા નથી. વડાપ્રધાન મોદીજીનું નિવેદન છે કે યુદ્ધ હવે કોઈ વિકલ્પ નથી, મુદ્દાઓને વાતચીતથી ઉકેલવા પડશે, હું પૂછું છું કે તે વાતચીત ક્યાં છે. આજે ઈમરાન ખાનને છોડો… નવાઝ શરીફ ત્યાં વઝીર-એ-આઝમ બનવાના છે. તેઓ બૂમો પાડીને કહે છે કે આપણે વાત કરીશું. શું કારણ છે કે આપણે મંત્રણા માટે તૈયાર નથી?

જો આપણે મંત્રણા દ્વારા આનો ઉકેલ નહીં લાવીએ તો મને એ કહેતા દુ:ખ થાય છે કે આપણે પણ ગાઝા અને પેલેસ્ટાઈન જેવા જ ભાવિનો સામનો કરીશું, જ્યાં આજે ઇઝરાયલ દ્વારા બોમ્બમારો થઈ રહ્યો છે. કંઈપણ થઈ શકે છે, ફક્ત અલ્લાહ જ જાણે છે કે આપણું શું થશે.

Farooq Abdullah

Farooq Abdullah :  જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ ફરી ઉફાન પર

તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરને લઈને Farooq Abdullahનું  આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ગત ગુરુવારે પૂંછમાં આતંકવાદીઓએ સેનાના જવાનો પર ઓચિંતો હુમલો કર્યો હતો, જેમાં પાંચ  જવાનો શહીદ થયા હતા. બીજી તરફ ગાઝાને લઈને પેલેસ્ટાઈન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ યુદ્ધના કારણે પેલેસ્ટાઈનમાં અત્યારસુધીમાં 20 હજારથી વધુ લોકોનાં મોત થયાં છે.

અગાઉ આર્મી ચીફ મનોજ પાંડેએ સોમવારે જમ્મુ અને કાશ્મીરના રાજૌરી અને પૂંછ જિલ્લાની મુલાકાત લીધી હતી અને સ્થાનિક સૈનિકોને ગુફાઓને નષ્ટ કરવા કહ્યું હતું, જેનો આતંકવાદીઓ દ્વારા છુપાયેલાં સ્થળો તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તેમણે આ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થાની પણ સમીક્ષા કરી હતી.  

તમે આ પણ વાંચી શકો છો

artificial intelligence :  AI પર હવે બનશે કાયદો, આ ખુબ જ અગત્યનું પગલું


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.