artificial intelligence :  AI પર હવે બનશે કાયદો, આ ખુબ જ અગત્યનું પગલું  

0
490
Artificial intelligence
Artificial intelligence

artificial intelligence  : આવનારો સમય AI નો છે, એ વાત ચોક્કસ છે, અને આ AI હાલની દુનિયાને સંપૂર્ણ પણે બદલી પણ નાખશે, AI પર કંટ્રોલ રાખવો એ જરૂરી નહિ પરંતુ અતિઆવશ્યક છે, ત્યારે AI પર હવે કાયદો બનવા જઈ રહ્યો છે, વિશ્વમાં પ્રથમ વખત આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (artificial intelligence) ના ઉપયોગને નિયંત્રિત કરવા માટે કાયદો બનાવવાની તૈયારી થઈ રહી છે.  અને 2025થી અમલમાં આવતા કાયદાને AI એકટ નામ આપવામાં આવશે, કોણ કાયદો બનાવી રહ્યું છે અને કેમ AI પર કાયદાની જરૂર છે?  વાંચો અમારા આ અહેવાલમાં….    

 AI એક્ટની કેમ જરૂર પડી ? Why was there need for AI Act?

વિશ્વમાં પ્રથમ વખત આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI )ના ઉપયોગને નિયંત્રિત કરવા માટે કાયદો બનાવવાની તૈયારી થઈ રહી છે.   યુરોપિયન યુનિયન (EU ) દેશોએ આ કાયદાને મંજૂરી પણ આપી દીધી છે. લગભગ 37 કલાકની લાંબી વાટાઘાટો બાદ યુરોપિયન સંસદ અને દેશો આ કરાર પર સહમત થયા હતા. આ કાયદો ટેક્નોલોજી અને દેશની સુરક્ષા માટેના જોખમોને અંકુશમાં રાખશે.


AI ના ઝડપથી વધી રહેલા દુરુપયોગને રોકવા માટે કાયદો હોવો જરૂરી છે. 2021માં જ આના વિરૂદ્ધ કાયદા અંગેનો પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો. EU દ્વારા નવા બનાવવામાં આવનાર કાયદાને AI એક્ટ નામ આપવામાં આવશે. જો કે, તે 2025 પહેલા અમલમાં આવશે નહીં .મૂળભૂત અધિકારો, લોકશાહી, કાયદાનું શાસન, પર્યાવરણીય ટકાઉપણુંને AI થી સુરક્ષિત  રાખવું ખુબ જરૂરી છે.

technology 3389904 640



કાયદો બનાવાથી શું ફેર પડશે ? What will change by making a law?

AI માટે કાયદો બનાવવા માટે સંમત થયા પછી, તેના પર આગામી વર્ષની શરૂઆતમાં યુરોપિયન સંસદમાં મતદાન થઈ શકે છે. આ પછી કાયદો બનાવવામાં આવશે.  આ કાયદાથી નાગરિકોને તેમના અધિકારોને અસર કરતી ટેક્નોલોજી વિશે ફરિયાદ કરવાનો અધિકાર મળશે. એક રિપોર્ટ અનુસાર, કાયદો બન્યા બાદ OpenAI ના ChatGPT જેવા ચેટબોટ્સ તેના કાર્યક્ષેત્રમાં આવશે. ગૂગલ બોર્ડ, જેમિની અને મેટાઝ ઈમેજીનને પણ આ કાયદાનો સામનો કરવો પડશે. એલોન મસ્ક, સેમ ઓલ્ટમેન, એઆઈના પ્રણેતા જ્યોફ્રી હિન્ટને ચેતવણી આપી છે કે જો નિયંત્રણ બહાર છોડી દેવામાં આવશે તો તે અસ્તિત્વ માટે જોખમ ઊભું કરી શકે છે.

artificial intelligence 6767502 1280



કયા કયા દેશો પણ છે આની તરફેણમાં ? Which countries are also in favor of this?

અમેરિકા, બ્રિટન, જાપાન અને ઇટાલી જેવા દેશો પહેલાથી જ AI ને કાયદાના દાયરામાં લાવવાની હિમાયત કરી રહ્યા છે. ચીને ડેટાના ઉપયોગ અને ટેક્નોલોજીના અલ્ગોરિધમ પર કેટલાક નિયંત્રણો લાદ્યા છે. જો કે, AI પર ભારતનું વલણ અલગ છે. એઆઈના ક્ષેત્રમાં કામ કરવાની રણનીતિ પણ બનાવી છે. જો કે, ભારતે AI ના ખતરાને લઈને ઘણી વખત ચિંતા વ્યક્ત કરી છે. હાલમાં જ પીએમ મોદીએ ડીપફેકના મુદ્દે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.

તમે આ પણ વાંચી શકો છો

Madhyapradesh_cm : મુખ્યમંત્રી ન બનતા મામા શિવરાજ થયા ભાવુક,વિડીઓ થયો વાયરલ

#RAJYASABHA : નમાજ પઢવાને લઈને આવ્યો મોટો નિર્ણય !