પૂંછમાં થયેલ આતંકી હુમલાનો ખુલાસો

0
221

જમ્મુ-કાશ્મીરના પૂંછમાં થયેલ આતંકી હુમલામાં ચોકાવનારો ખુલાસો સામે આવ્યો છે આ આતંકી હુમલામાં સેનાના 5 જવાન શહીદ થયા છે.જેમાં માહિતી મુજબ સાત આતંકવાદીઓએ આ હુમલો કર્યો હતો. તેમાંથી ત્રણ વિદેશી આતંકવાદીઓ છે.જેમાં સેનાની ટ્રક પર થયેલા આતંકી હુમલામાં મોટો ખુલાસો થયો છે. આઈબીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આતંકીઓએ બીજી સેક્ટરમાં હુમલા માટે સ્ટીકી બોમ્બનો ઉપયોગ કર્યો હતો. તેઓએ કટરા હુમલાની માફક જ આ હુમલો કર્યો છેજયારે IBએ તમામ તથ્યો સંબંધિત રિપોર્ટ ગૃહ મંત્રાલય અને એનઆઈએ ને શેર કર્યો છે.