Emergency Declared: દુબઈથી મુંબઈ માટે રવાના થયેલી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ (IGO 1452)માં હવામાં અચાનક ટેકનિકલ મુશ્કેલી સર્જાતા મોટો અકસ્માત ટળ્યો હતો. ફ્લાઇટના કાર્ગો કમ્પાર્ટમેન્ટમાંથી ધુમાડો નીકળવાની શંકા જતાં પાયલોટે તાત્કાલિક નજીકના એરપોર્ટ પર સંપર્ક કર્યો હતો.

- ઘટના: દુબઈથી મુંબઈ આવી રહેલી ઇન્ડિગો ફ્લાઇટ (IGO 1452)ના કાર્ગો કમ્પાર્ટમેન્ટમાં અચાનક ધુમાડો (સ્મોક) નીકળતા હડકંપ મચી ગયો હતો.
- સફળ લેન્ડિંગ: પાયલોટની સૂઝબૂઝથી રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઇટનું સુરક્ષિત ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
- સલામતી: ફ્લાઇટમાં ક્રૂ મેમ્બર સહિત કુલ 194 મુસાફરો સવાર હતા, જે તમામ હેમખેમ છે. જાનહાનિ ટળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
- તંત્રની સક્રિયતા: ઘટનાની ગંભીરતા જોતા એરપોર્ટ પર ફાયર ફાઇટર, એમ્બ્યુલન્સ, CISF, પોલીસ તેમજ બોમ્બ અને ડોગ સ્ક્વોડ તાત્કાલિક દોડી આવ્યા હતા.

દુબઈથી મુંબઈ માટે રવાના થયેલી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ (IGO 1452)માં હવામાં અચાનક ટેકનિકલ મુશ્કેલી સર્જાતા મોટો અકસ્માત ટળ્યો હતો. ફ્લાઇટના કાર્ગો કમ્પાર્ટમેન્ટમાંથી ધુમાડો નીકળવાની શંકા જતાં પાયલોટે તાત્કાલિક નજીકના એરપોર્ટ પર સંપર્ક કર્યો હતો.
Emergency Declared: સમયરેખા (Timeline):

- બપોરે 2:45 વાગ્યે: રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફુલ ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી.
- બપોરે 3:27 વાગ્યે: ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર સફળતાપૂર્વક ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
Emergency Declared: તંત્ર દ્વારા ત્વરિત કાર્યવાહી

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના ડાયરેક્ટર દિગંત બોરાહના જણાવ્યા અનુસાર, મેજર કોલ મળતાની સાથે જ રાજકોટ મહાનગરપાલિકાના ફાયર ફાઇટર્સ, એમ્બ્યુલન્સ, તબીબી સ્ટાફ તેમજ CISF અને એરપોર્ટ પોલીસનો કાફલો તાત્કાલિક એરપોર્ટ પર પહોંચી ગયો હતો. હાલ સુરક્ષાના ભાગરૂપે બોમ્બ અને ડોગ સ્ક્વોડ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: વડોદરાના ગોરવામાં ગેસ પંપના સંચાલક અલ્પેશ અદાણીનું શંકાસ્પદ સંજોગોમાં મોત: જમ્યાના બે જ કલાકમાં જિંદગી દોરી ટૂંકી થઈ




