HomeGujaratBAMS Paper Leak Controversy in Gujarat: ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીમાં BAMSનું પેપર લીક...

BAMS Paper Leak Controversy in Gujarat: ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીમાં BAMSનું પેપર લીક વિવાદ, વાયરલ થયેલા ૧૨માંથી ૧૧ પ્રશ્નો પેપરમાં બેઠા પૂછાયા

BAMS Paper Leak Controversy in Gujarat: દેશમાં વિવિધ પરીક્ષાઓના પેપર લીક થયાના કડવા અનુભવો હજુ તાજા છે, ત્યાં જ હવે ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીમાંથી પણ આવો જ એક ગંભીર મામલો સામે આવ્યો છે. યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં ચાલી રહેલી BAMS (Bachelor of Ayurvedic Medicine and Surgery) ની પરીક્ષાઓ દરમિયાન પેપર લીક થયાના અહેવાલોથી શૈક્ષણિક જગતમાં હલચલ મચી ગઈ છે.

BAMS Paper Leak Controversy in Gujarat

BAMS Paper Leak Controversy in Gujarat: ઘટનાની વિગતો:

ગત ૨૦ જુલાઈના રોજ BAMSના ત્રીજા વર્ષનું શલ્ય તંત્ર-૧’ વિષયનું પેપર લેવામાં આવ્યું હતું. પરીક્ષાના દિવસે જ સવારથી વોટ્સએપ પર ‘ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ’ના નામે કેટલાક પ્રશ્નો અને મુદ્દાઓ ખૂબ વાયરલ થયા હતા. જ્યારે સાંજે આ પેપર વિદ્યાર્થીઓના હાથમાં આવ્યું ત્યારે ચોંકાવનારી બાબત સામે આવી કે વાયરલ થયેલા ૧૨ પ્રશ્નોમાંથી ૧૧ પ્રશ્નો બિલકુલ બેઠા જ પરીક્ષાના પેપરમાં પૂછાયા હતા.

વાયરલ થયેલા મેસેજમાં એવું પણ લખવામાં આવ્યું હતું કે, આ બધુ તારા પૂરતું જ રાખજે, આગળ મોકલતો નહીં. અમર કોલેજમાંથી સિલેક્ટ થઈ શલ્યના પેપર નીકળ્યા છે અને આ સરે આપ્યા છે.”

BAMS Paper Leak Controversy in Gujarat: યુનિવર્સિટી સ્ક્વોડની સતર્કતા અને જાણકારી:

જૂનાગઢ આયુર્વેદિક કોલેજના પ્રોફેસર અને યુનિવર્સિટી સ્ક્વોડના મેમ્બર ડો. અલ્પેશ જારસાણીયા ૨૦ જુલાઈના રોજ નિરીક્ષણમાં હતા ત્યારે સ્થાનિક ફેકલ્ટી દ્વારા તેમનું ધ્યાન આ વાયરલ મેસેજ તરફ દોરવામાં આવ્યું હતું. તેમણે તુરંત જ પ્રાથમિક ચકાસણી કરી અને મામલાની ગંભીરતા સમજીને યુનિવર્સિટીના ‘કંટ્રોલર ઓફ એક્ઝામિનેશન’ને તાત્કાલિક જાણ કરી દીધી હતી.

BAMS Paper Leak Controversy in Gujarat: ૭ દિવસ પછી પણ માત્ર વચનો:

આટલી ગંભીર ઘટના બન્યાને ૭ દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં, ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીનું તંત્ર નિદ્રાધીન હોય તેવું લાગી રહ્યું છે. યુનિવર્સિટીના ઇન્ચાર્જ પરીક્ષા નિયામક એચ. પી. ઝાલાએ જણાવ્યું હતું કે, પરીક્ષા પૂર્ણ થયા બાદ સાંજે આ અંગે ફોન દ્વારા જાણ કરવામાં આવી હતી. કુલપતિની ઉપસ્થિતિ બાદ તેમની સાથે ચર્ચા કરીને આગામી સમયમાં ‘તપાસ સમિતિ’ની રચના કરવામાં આવશે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરાશે.

BAMS Paper Leak Controversy in Gujarat: કડક કાયદા સામે સવાલો:

ગુજરાત સરકાર દ્વારા પેપર લીક અને ગેરરીતિ અટકાવવા માટે વર્ષ ૨૦૨૩માં અત્યંત કડક કાયદો (‘ગુજરાત જાહેર પરીક્ષા ગેરરીતિ અટકાવવા અંગેનું વિધેયક’) પસાર કરવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ ૩ થી ૧૦ વર્ષ સુધીની કેદ અને ૧૦ લાખથી ૧ કરોડ સુધીના દંડની જોગવાઈ છે. તેમ છતાં યુનિવર્સિટી કક્ષાએ આવા કૌભાጾ અટકવાનું નામ નથી લઈ રહ્યા, ત્યારે હવે આ મામલે સરકાર અને યુનિવર્સિટી કેવાં દાખલારૂપ પગલાં ભરે છે તે જોવું રહ્યું.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

દુબઈથી મુંબઈ આવતી ઇન્ડિગોની ફ્લાઈટનું રાજકોટમાં ઇમરજન્સી લેન્ડિંગ: 194 મુસાફરોના જીવ બચ્યા

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments