HomeGujaratTragic and Mysterious Death: વડોદરાના ગોરવામાં ગેસ પંપના સંચાલક અલ્પેશ અદાણીનું શંકાસ્પદ...

Tragic and Mysterious Death: વડોદરાના ગોરવામાં ગેસ પંપના સંચાલક અલ્પેશ અદાણીનું શંકાસ્પદ સંજોગોમાં મોત: જમ્યાના બે જ કલાકમાં જિંદગી દોરી ટૂંકી થઈ

Tragic and Mysterious Death: વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારા અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. રેસકોર્સ સ્થિત અદાણી ગેસ પંપના સંચાલક અલ્પેશ અદાણીનું શંકાસ્પદ સંજોગોમાં અચાનક મોત નીપજ્યું છે. જમ્યાના માત્ર બે જ કલાકમાં યુવાન સંચાલકનું રહસ્યમય સંજોગોમાં મોત થતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.

Tragic and Mysterious Death: અમદાવાદ જવાની હતી તૈયારી, પણ કુદરતી કંઈક અલગ જ મંજૂર હતું

પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક અલ્પેશ અદાણીને કોઈ કામસર અમદાવાદ જવાનું હોવાથી તેમણે અગાઉથી જ ટેક્સી બુક કરાવી રાખી હતી. તેઓ પ્રવાસની તૈયારીમાં હતા, પરંતુ રાત્રે જમ્યાના માત્ર બે જ કલાક બાદ અચાનક તેમની તબિયત બગડી કે શું થયું તે અંગે રહસ્ય બન્યું છે. સવારે જ્યારે તેઓ બહાર ન આવ્યા અને ઘરનો દરવાજો લાંબા સમય સુધી ન ખુલ્યો, ત્યારે આસપાસના લોકોમાં ચિંતા વધી ગઈ હતી.

Tragic and Mysterious Death: પાડોસીની સતર્કતાથી ભાંડો ફૂટ્યો, દરવાજો તોડતા કરુણ દ્રશ્ય સામે આવ્યું

Tragic and Mysterious Death

ઘરનો દરવાજો અંદરથી બંધ હોવા છતાં કોઈ હિલચાલ ન જણાતા આસપાસના એક પાડોસીએ તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને કાળજીપૂર્વક ઘરનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. અંદર જઈને જોતા પલંગ પર અલ્પેશ અદાણીનો મૃતદેહ મળી આવ્યો હતો, જેને જોઈને સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા.

મૂળ થરાદના પરિવાર પર આભ તૂટી પડ્યું, મોટેરા ખાતે અંતિમવિધિ

મૃતક અલ્પેશ અદાણી મૂળ બનાસકાંઠા જિલ્લાના થરાદના વતની હતા. અચાનક અને યુવાન વયે થયેલા આ શંકાસ્પદ મોતના પગલે પરિવાર પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે. તેમના પાર્થિવ દેહને વડોદરાથી અમદાવાદના મોટેરા ખાતે અંતિમવિધિ માટે લઈ જવામાં આવ્યો છે, જ્યાં સ્વજનોએ ભારે હૈયે તેમને અંતિમ વિદાય આપી હતી. આ અચાનક બનેલી ઘટનાથી વડોદરાના વેપારી આલમમાં પણ શોકની લાગણી છવાઈ ગઈ છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: રાજકોટ જિલ્લામાં તંત્રનો સપાટો: ધોરાજી-ઉપલેટા નેશનલ હાઈવે પરથી ગેરકાયદેસર દબાણો પર ફર્યું બુલડોઝર

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments