એલ્વિસ યાદવ પર હાલ સાપ સાથેના સેકડો વિડીઓ અને ફોટા સોશિઅલ મીડિયા પર જોવા મળે છે. અને તેના પર સાપની દાણચોરી તથા ઝેર વેચવાનો આરોપ પણ મુકવામાં આવ્યો છે ત્યારે PFA એટલેકે પીપલ્સ ફોર એનીમલ્સ સંસ્થાએ તેની તપાસ શરુ કરી હતી. આ આખું ષડયંત્ર કેવી રીતે બહાર આવ્યું તે પણ જાણવા જેવું છે. આ સમગ્ર તપાસનું ઓપરેશન સૌ પ્રથમ ગુરુગ્રામથી શરુ કરવામાં આવ્યું હતું. પરંતુ સફળતા મળી ન હતી. અને પીપલ્સ ફોર એનીમલ્સ સંસ્થાને નિરાશ થવું પડ્યું હતું. ત્યાર બાદ એલ્વિસ યાદવ પર પર સતત નજર રાખવામાં આવતી હતી. સાપ અને ગેરકાદેસર વેચાણ અને ઝેર વેચવાના આરોપમાં ફસાયેલા બીગ બોસ વિજેતા યાદવના કેસની આખી સ્ક્રીપ્ટ ગુરુગ્રામમાં લખવામાં આવી જતી. અને આખું ઓપરેશન નોઈડામાં કરવામાં આવ્યું.
એલ્વિસ યાદવ કેસ મામલામાં પીપલ્સ ફોર એનીમલ્સ સંસ્થાએ સાપના પ્રેમીઓ અને રાહુલ તેમજ એલ્વિસ યાદવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પરંતુ હવે પોલીસ એલ્વિસ યાદવ અને રાહુલ વચ્ચે કનેક્શન છે કે નહિ અને કેવી રીતે આ કારોબાર ચાલતો હતો તે શોધી રહી છે. આપને જણાવી દઈએ કે મળતી માહિતી પ્રમાણે નોઇડા પોલીસે અત્યાર સુધી એલ્વિસ યાદવને કોઈ પ્રકારની પૂછપરછ અંગે નોટીસ આપી નથી. અને તેનો સંપર્ક પણ નથી કર્યો.
એલ્વિસ યાદવ પર સાપની દાણચોરી અને સાપના દંશનો આરોપ મુકવામાં આવ્યો છે. મેનકા ગાંધી સંચાલિત પીપલ્સ ફોર એનીમલ્સ સંસ્થાએ તેની તપાસ શરુ કરી હતી. સંસ્થા દ્વારા રેવ પાર્ટીનું આયોજન કરવા માટે સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ તેમાં નિષ્ફળતા મળી હતી. ત્યાર પછી નોઈડામાં પોલીસ પીપલ્સ ફોર એનીમલ્સ સંસ્થા તરફથી રીપોર્ટ દાખલ કરીને દિલ્હીથી નજર રાખી રહી હતી . જયારે નોઈડામાં પીપલ્સ ફોર એનીમલ્સ સંસ્થાના કાર્યવાહીના ભાગ રૂપે અનેક કાર્યકરો દિલ્હી અને આસપાસના શહેરોમાં અંદરખાને તપાસ કરી રહ્યા હતા. મળતી માહિતી પ્રમાણે ગાઝીયાબાદ સ્થિત પીપલ્સ ફોર એનીમલ્સ સંસ્થાએ સમગ્ર તપાસમાં આગળ હતી . પીપલ્સ ફોર એનીમલ્સ સંસ્થાના પૂર્વ કાનૂની સલાહકાર વિશાલ ગૌતમનું કહેવું છેકે આ મામલાની તપાસ કરવી જોઈએ. જોકે પ્રાથમિક માહિતી અનુસાર આ મામલે એલ્વિસ યાદવની કોઈ ભૂમિકા હોવાનું હાલ બહાર નથી આવતી. આ કેસમાં ધરપકડ કરાયેલા રાહુલ નામના વ્યક્તિ અને એલ્વિસ સાથે કોઈ કનેક્શન છે કે નહિ તે આવનારા સંયમ તપાસના અંતે ખબર પડશે. આ કડી સૌથી મહત્વની છે. કારણકે સ્ટીંગ ઓપરેશનમાં એ વાત પણ સામે આવી હતી. કે એલ્વીસે રાહુલનો નંબર આપ્યો હતો.
એલ્વિસ યાદવ કેસમાં અનેક એન્ગલથી તપાસ થઇ છે. પોલીસ તપાસમાં અનેક નામ બહાર આવે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. અને આ મામલે રાજકીય દખલની પણ ચર્ચાઓ ચાલી રહી છે.