બાબા વાંગાની 2024ની ભવિષ્યવાણીઓ ; ભયાનક હવામાનથી લઈને પુતિનના મોતની આગાહી

2
183
Predictions Of Baba Vanga
Predictions Of Baba Vanga

Predictions Of Baba Vanga : ભલે તેમનું અવસાન વર્ષ 1996 માં થયું હોય, પણ તેમણે કરેલી ભવિષ્યવાણીઓ આજે પણ સાચ્ચી પડે છે. એક અંધ બલ્ગેરિયન રહસ્યવાદી બાબા વાંગાની ભવિષ્યવાણીઓ તેમના મૃત્યુના ઘણા સમય પછી સાચી પડતી હોવાનું કહેવાય છે. બાબા વાંગા (Baba Vanga) એ વૈશ્વિક ઘટનાઓ થાય તે પહેલાં તેની આગાહી કરી હતી. બાલ્કન્સના નોસ્ટ્રાડેમસ તરીકે પણ ઓળખાતા બાબા વાંગાએ 9/11ના આતંકવાદી હુમલા, પ્રિન્સેસ ડાયનાનું મૃત્યુ, ચેર્નોબિલ દુર્ઘટના અને બ્રેક્ઝિટ જેવી મોટી વિશ્વ ઘટનાઓની આગાહી કરી હતી, જે બાદમાં સત્ય સાબિત થઇ.

Predictions Of Baba Vanga
Predictions Of Baba Vanga

બલ્ગેરિયાના પ્રસિદ્ધ ભવિષ્યવેત્તા બાબા વેંગા એવા પયગંબરોમાં સામેલ છે જેમની ભવિષ્યવાણીઓ પર સમગ્ર વિશ્વ વિશ્વાસ કરે છે. બાબા વેંગાની ઘણી ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ છે. બાબા વેંગાની ભવિષ્યવાણીની દુનિયાભરમાં ચર્ચા થાય છે. બાબા વેંગાએ તેમના મૃત્યુ પહેલા વર્ષ 5079 સુધી ભવિષ્યવાણી કરી હતી.

જાણો બાબા વાંગાએ કરેલી ભવિષ્યવાણીઓ :

  • વાંગાએ કરેલી 2024ની આગહીમાં સૌથી ચોકાવનારી આગાહી પુતિન અંગેની છે. Astrofemme અનુસાર, તેમણે આગામી વર્ષે (2024) સાથી દેશવાસીઓ દ્વારા રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર હત્યાના પ્રયાસની કલ્પના કરવામાં આવી છે. બાબા (Baba Vanga) નું વિઝન હતું કે આવતા વર્ષે તેમના દેશના કોઈ વ્યક્તિ દ્વારા રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની હત્યા કરવામાં આવશે. ક્રેમલિને પુતિનને કેન્સર હોવાની અટકળોને સતત નકારી કાઢી છે અને તેમની તબિયત લથડી રહી હોવાના દાવાને રદિયો આપ્યો છે.

1 22

  • બાબા વેંગાએ ખતરનાક હથિયારો વિશે ભવિષ્યવાણી કરી છે. તેમણે યુરોપમાં વધતા આતંકવાદી હુમલા અંગે ચેતવણી પણ આપી હતી અને સૂચવ્યું હતું કે “એક મોટો દેશ” આવતા વર્ષે જૈવિક શસ્ત્રોનું પરીક્ષણ અથવા હુમલો કરશે.
  • પોતાની (Baba Vanga) ત્રીજી ભવિષ્યવાણીમાં તેમણે મોટું આર્થિક સંકટ આવવાની વાત કરી છે , જેના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા પડી ભાંગશે, વાંગાએ કહ્યું કે, આવતા વર્ષે એક મોટું આર્થિક સંકટ આવશે જેની અસર વૈશ્વિક અર્થવ્યવસ્થા પર પડશે. દેવાના સ્તરમાં વધારો અને ભૌગોલિક રાજકીય તણાવમાં વધારો જેવા પરિબળો આ કારણો હશે.
  • વર્ષ 2024 માટે એવી આગાહી પણ કરી હતી કે આગામી વર્ષમાં ગંભીર ઘટનાઓ અને આફતો આવશે. બાબા વેંગા (Baba Vanga) એ આગાહી કરી છે કે આવતા વર્ષે આપણે કુદરતી આફતો અને ખરાબ હવામાનની વિપરીત અસરોમાંથી પસાર થવું પડશે.
  • બાબા વાંગાએ કહ્યું કે, સાયબર હુમલા વધશે. અદ્યતન હેકર્સ પાવર ગ્રીડ અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ જેવા મહત્ત્વના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવશે, જે રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ ઊભું કરશે

  • જો બાબા વેંગાના શબ્દો પર વિશ્વાસ કરવામાં આવે તો વર્ષ 2024માં હવામાન પણ તબાહી મચાવશે. કુદરતી આફતો આવશે. રેડિયેશનનું સ્તર,  સાયબર હુમલા, હેકિંગની ઘટનાઓ વધશે,  પાવર ગ્રીડ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટને હેક કરવાના પ્રયાસો ; આ બધાની વચ્ચે વિજ્ઞાનના ક્ષેત્રમાં આવા સારા સમાચાર આવશે, જેની અસર મનુષ્યના જીવન પર પડશે. અલ્ઝાઈમર રોગનો ઈલાજ મળી જશે અને વૈજ્ઞાનિકો આ વર્ષે કેન્સરની સારવાર પણ શોધી કાઢશે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પણ અસરકારક રહેશે. બાબાએ કહ્યું કે 2024માં અલ્ઝાઈમર અને કેન્સર જેવા અસાધ્ય રોગોની નવી સારવાર મળશે.

  • history.co.uk ના અહેવાલ મુજબ, બાબાએ એવી પણ આગાહી કરી હતી કે ક્વોન્ટમ કમ્પ્યુટિંગમાં મોટી પ્રગતિ થશે.

ઉલ્લેખનીય છે કે, બાબા વેંગાની ઘણી ભવિષ્યવાણીઓ સાચી પડવાને કારણે આખી દુનિયા તેમના શબ્દો પર વિશ્વાસ કરે છે. બાબા વેંગાની ડરામણી ભવિષ્યવાણીઓથી લોકો ડરે છે. બાબા વેંગાનું નામ વાંગેલિયા પાંડેવા ગુસ્તારોવા હતું, જે બલ્ગેરિયાની રહસ્યવાદી સ્ત્રી હતી. બાબા વેંગાનો જન્મ વર્ષ 1911 માં થયો હતો. તેણે 12 વર્ષની ઉંમરે આંખોની રોશની ગુમાવી દીધી હતી. 11 ઓગસ્ટ 1996ના રોજ 86 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું. તેમણે પોતાના મૃત્યુની પણ ભવિષ્યવાણી કરી હતી.


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.

2 COMMENTS

Comments are closed.