Electoral Bonds Chennai Super Kings : ઈલેક્ટોરલ બોન્ડના ખુલાસા બાદ આ મામલે દરરોજ નવી માહિતી બહાર આવી રહી છે. બોન્ડની વિગતો પરથી એ પણ જાણી શકાય છે કે કયા રાજકીય પક્ષોને કઇ કંપનીઓ દ્વારા અને ક્યારે ઇલેક્ટોરલ બોન્ડના નામે ફંડ આપવામાં આવ્યું હતું. હવે આ મામલે એમએસ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સનું નામ પણ સામે આવ્યું છે, જેણે રાજકીય પક્ષોને ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા દાન આપ્યું છે. વાસ્તવમાં, ચેન્નઈ સુપર કિંગ્સનું સંચાલન ચેન્નઈ સુપર કિંગ્સ ક્રિકેટ લિમિટેડ કંપની દ્વારા કરવામાં આવે છે, જેની મૂળ કંપની ઈન્ડિયા સિમેન્ટ છે.

Electoral Bonds Chennai Super Kings : AIDMKને ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા જંગી નાણાં આપ્યા

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન એમએસ ધોની ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન છે. એમએસ ધોનીની ટીમની માલિકી ધરાવતી આ કંપનીએ તમિલનાડુના AIDMK (ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ)ને ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા જંગી નાણાં આપ્યા છે. એક અહેવાલ અનુસાર, AIADMKને ઈલેક્ટોરલ બોન્ડના નામે 6.05 કરોડ રૂપિયા મળ્યા છે, જેમાંથી મોટા ભાગના ચેન્નઈ સુપર કિંગ્સ ક્રિકેટ લિમિટેડ (ઈન્ડિયા સિમેન્ટ) પાસેથી આવ્યા છે.
Electoral Bonds Chennai Super Kings : ચૂંટણી પંચના ચૂંટણી ખર્ચ વિભાગના સચિવે આપી જાણકારી
ચેન્નઈ સુપર કિંગ્સ ક્રિકેટ લિમિટેડે બે દિવસમાં AIDMKને 5 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. આ રકમ 2 થી 4 એપ્રિલ 2019 વચ્ચે આપવામાં આવી હતી. જો કે, તે પછી પાર્ટીને CSK ક્રિકેટ લિમિટેડ તરફથી કોઈ પૈસા મળ્યા નથી. ચૂંટણી પંચના ચૂંટણી ખર્ચ વિભાગના સચિવ સાથે શેર કરેલી માહિતી અનુસાર, પાર્ટીને કોઈમ્બતુર સ્થિત લક્ષ્મી મશીન વર્ક્સ લિમિટેડ પાસેથી 1 કરોડનું દાન તેમજ ચેન્નઈના ગોપાલ શ્રીનિવાસન તરફથી 5 લાખ રૂપિયા ડોનેશન તરીકે મળ્યા હતા. યોગાનુયોગ પાર્ટીએ 2019 અને 2023માં આ માહિતી આપી હતી.
Electoral Bonds Chennai Super Kings : ડીએમકેને 656.6 કરોડ મળ્યા

તમિલનાડુની પાર્ટી ડીએમકેને લઈને પણ કેટલીક મહત્વપૂર્ણ માહિતી સામે આવી રહી છે. ડીએમકેને ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા રૂ. 656.6 કરોડ મળ્યા હતા. ડીએમકેનું કહેવું છે કે ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા તેને મળેલા 656.6 કરોડ રૂપિયામાંથી 509 કરોડ ફ્યુચર ગેમિંગ અને હોટેલ સર્વિસીસ દ્વારા પ્રાપ્ત થયા છે. આ રીતે ડીએમકેને મળેલા કુલ રાજકીય દાનમાં આ હિસ્સો 77 ટકાથી વધુ છે. આ કંપનીના માલિક સેન્ટિયાગો માર્ટિનની ED દ્વારા તપાસ ચાલી રહી છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો